બોટાદમાં મહાકાળી ધામના મહંત દ્વારા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું સન્માન

13 January 2022 12:23 PM
Botad
  • બોટાદમાં મહાકાળી ધામના મહંત દ્વારા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું સન્માન

બોટાદ, તા.13
બોટાદના પાળિયાદ રોડ, મલ્ટિપ્લેકસ સામે આવેલ મહાકાળી ધામમાં ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તે પ્રસંગે સંતો-મહંતો અને તેમના સેવકગણોની બહોળી ઉપસ્થિતિમાં ગિરનારી આશ્રમ જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાયેલ તેમાં બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની ખુલ્લી ઓપન જીપમાં મહાકાળી ધામના મહંત અને અન્ય સંતો-મહંતો બિરાજમાન થટા હતા. આમ જનતાને દર્શન દેતા-દેતા ગિરનારી આશ્રમથી મહાકાળી ધામ સુધી ભવ્ય ધાર્મિક શોભાયાત્રા યોજાયેલ તેમાં સંતો-મહંતોના સામૈયા અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ તેમાં પાળિયાદ જગ્યાના ભૈલુબાપુનું સાફો બાંધી સન્માન કરવામાં આવેલ તેમજ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની ગૌરક્ષાની કામગીરીને બિરદાવીને પૂ.ભાવેશબાપુએ સાફો બાંધી શાલ ઓઢાડી શક્તિરૂપેણ તલવાર અર્પણ કરી અંતરના આશીર્વાદ સાથે વિશેષ સન્માન કરવામાં આવેલ.


Loading...
Advertisement
Advertisement