ભાવનગરમાં ડિગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલો બોગસ ડોકટર ઝડપાયો

13 January 2022 12:30 PM
Bhavnagar
  • ભાવનગરમાં ડિગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલો બોગસ ડોકટર ઝડપાયો

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 13
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પોલીસે બોગસ ડોક્ટર ને ઝડપી લીધો છે.ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર કુંભારવાડા ગીરનાર સોસાયટીમાં ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ નરેશભાઇ વૃજલાલ શાહ (ઉ.વ. 67) રહેવાસી નારકોરડા દર્શન ફલેટ, બ્લોક નં. 202, ડાયમંડ ચોક, ભાવનગરવાળાને કુંભારવાડા ગીરનાર સોસાયટીમાં બોગસ દવાખાનુ ખોલી ડીગ્રી વિનાની લોકોને દવા આપતો અને સારવાર કરતો હતો તેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા 3729/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ બોરતળાવ પોલીસ ચલાવી રહી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પી.ડી.ગોહિલ તથા પોલીસ કોન્સ. હારીતસિહ ચૌહાણ, પાર્થભાઇ પટેલ, વિશ્વજીતસિંહ ઝાલા તથા પરેશભાઇ પટેલ પણ જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement