ગીર સોમનાથ જિલ્લામાં રૂા.76.79 લાખની પાવર ચોરી પકડાઇ

13 January 2022 12:33 PM
Veraval
  • ગીર સોમનાથ જિલ્લામાં રૂા.76.79 લાખની પાવર ચોરી પકડાઇ

વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકા 462 વિજ જોડાણમાં ગેરરીતિ : દંડ ફટકાર્યો

વેરાવળ, તા. 13
ગીર-સોમનાથ જીલ્લામાં વિજ ચોરી અંગે ચેકીંગની ટીમ દ્વારા સતત દસ દિવસ સુધી ઝુંબેશ હાથ ધરી જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકામાંથી રૂા.76 લાખ 79 હજારની વિજ ચોરી ઝડપી લીધેલ છે. પી.જી.વી.સી.એલ. રાજકોટની વડી વીજીલન્સ કચેરીની સુચનાથી ગીર સોમનાથ જીલ્લામાં તા.4 થી તા.12 જાન્યુઆરીના દસ દિવસ વિજ ચેકીંગની ટુકડીએ ચેકીંગની કામગીરી કરેલ જેમાં જીલ્લાના ત્રણ તાલુકામાંથી 40 ટુકડીઓએ 160 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ સાથે ચેકીંગની કામગીરી હાથ ધરેલ જેમાં જીલ્લાના ત્રણ તાલુકામાં વેરાવળ, તાલાલા, સુત્રાપાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 2224 વિજ જોડાણ ચેક કરેલ જેમાંથી 462 વિજ જોડાણમાં વિજ ચોરી થતી હોવાનું બહાર આવતા રૂા.76 લાખ 79 હજારના દંડ પાત્રબીલો ફટકારેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement
Advertisement