બોટાદ કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને રૂા.4 લાખની સહાય આપવા માંગ : મામલતદારને આવેદન

13 January 2022 12:36 PM
Botad
  • બોટાદ કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને રૂા.4 લાખની સહાય આપવા માંગ : મામલતદારને આવેદન

બોટાદ, તા. 13
કોરોના કાળમાં મૃત્યુ પામેલા નાં પરિવાર જનોને રૂ. 4 લાખની સહાય ની કોંગ્રેસ પક્ષ દ્રારા માંગ કરવામાં આવેલી હતી પરંતુ સરકાર દ્રારા ફકત 50,000/- (પચાસ હજાર) રૂપિયા જ મંજુર કરી કોરોના મૃતકોની ક્રુર મજાક કરવામાં આવી છે.

આપણાં બંધારણની જોગવાઈ મુજબ મહામારીમાં મૃત્યુ પામનારના પરિવાર ને રૂ. 4 લાખની સહાયની માંગ અને કોંગ્રેસ પક્ષની મુખ્યત્વે માંગણીઓ કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ. 4 લાખનું વળતર તથા કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બિલ્સની રકમની ચુકવણી, કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવાર જનો પૈકી 1 ને કાયમી નોકરી સ્વીકારવામાં આવે તે માંગ સાથે મામલતદારને બોટાદ તાલુકા કોંગ્રેસ વતી આવેદનપત્ર આપ્યુ હતુ.

જેમા રમેશભાઈ મેર પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્થા રાજભાઈ મહેતા પ્રભારી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્થા રમેશભાઈ શીલુ વિરોધપક્ષ નેતા બોટાદ જિલ્લા પંચાયત ત્થા જગદીશભાઈ સવાણી પ્રમુખ બોટાદ તાલુકા કોંગ્રેસ ત્થા જગદીશભાઈ ઈટાલીયા પ્રમુખ બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ ત્થા મુકેશભાઇ વી. મેખિયા મહામંત્રી બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી બોટાદ શહેર તથા આશિકભાઈ મણિયાર મંત્રી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરલભાઇ કટારીયા કોંગ્રેસ આગેવાન તથા ધરમશીભાઈ રાઠોડ વિરોધ પક્ષ નેતા બોટાદ માલતીબેન સાપરા મહિલા આગેવાન કોંગ્રેસ પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement