સંક્રાંતિ પૂર્વે કોરોના ચગ્યો; સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં દર્દી વધ્યા

13 January 2022 12:36 PM
Rajkot Saurashtra
  • સંક્રાંતિ પૂર્વે કોરોના ચગ્યો; સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં દર્દી વધ્યા

કોરોના પોઝીટીવ કેસ 1000ની નજીક : રાજકોટ, ભાવનગર, જામનગર, મોરબી જિલ્લામાં 100ને પાર કેસ : 24 કલાકમાં 954 કેસ સામે 376 દર્દીઓ સ્વસ્થ : રાજકોટ ગ્રામ્યમાં એક દર્દીનું મોત

રાજકોટ, તા. 13
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા ત્રીજી લહેર આગામી દિવસોમાં વધુ આક્રમક બને તેવી શકયતા સાથે લોકોએ સાવધાની રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવા છતાં હજુ જાહેર સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ર4 કલાક દરમ્યાન 954 પોઝીટીવ કેસ સામે 376 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 1 દર્દીનું મોત થયું છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા આંકડા જોતા રાજકોટ શહેર 319 ગ્રામ્ય 56 કુલ 375, ભાવનગર શહેર 130 ગ્રામ્ય 26 કુલ 156, જામનગર શહેર 77 ગ્રામ્યમાં કુલ 101, મોરબી 102, જુનાગઢ શહેર 50 ગ્રામ્ય 11 કુલ 50, દ્વારકા 56, ગીર સોમનાથ 38, સુરેન્દ્રનગર 34, અમરેલી 26, પોરબંદર 14, બોટાદ 2 સહિત 954 પોઝીટીવ કેસ નોંધાયા છે.

જયારે રાજકોટ જિલ્લામાં 212, ભાવનગર 43, જામનગર 22, જુનાગઢ 20, મોરબી 25, દ્વારકા 35, અમરેલી 10, સુરેન્દ્રનગર 7, પોરબંદર 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ ગ્રામ્યમાં એક દર્દીનું મોત નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક 100ની પાર ગયો છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે 781 કેસ સામે આજે 954 કેસ નોંધાતા પોઝીટીવ આંક 1000ની નજીક પહોંચતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ કામગીરી વધુ વેગવંતી બનાવી છે.

રાજકોટ
રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિ તહેવાર પહેલા સંક્રમણમાં ઉછાળો નોંધાયો છે. ગઇકાલે 24 કેસ બાદ આજે 319 દર્દીઓ પોઝીટીવ થતા લોકોમાં હવે કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં 319 કેસ સાથે પોઝીટીવ કેસની કુલ સંખ્યા 1678 પહોંચી છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 56 કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયું છે. 44 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઇ છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસ 375 પોઝીટીવ કેસ સામે 212 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ જિલ્લાની 7 શાળાઓમાં પાંચ શિક્ષક, 2 વિદ્યાર્થી સંક્રમિત થતા શાળા એક સપ્તાહ બંધ કરવામાં આવી છે. શહેરની કસ્તુરબા ગર્લ્સ સ્કુલ અને કોટેચા ગર્લ્સ સ્કુલના શિક્ષક, નવાગામની મહાવીર વિદ્યાલય, ગોંડલની નવવિધાન સ્કૂલ, કોટડા સાંગાણીની મહારાણા પ્રતાપ સ્કુલ અને રાજકોટ રણછોડનગર સરસ્વતી કન્યા વિદ્યાલય, પાઠક સ્કુલ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આ શાળાઓ એક સપ્તાહ બંધ કરી ઓનલાઇન શિક્ષણનો ડીઇઓએ આદેશ કર્યો છે.

ભાવનગર
ભાવનગરમાં કોરોના નાંવધુ 156 કેસ નોંધાયા છે. ભાવનગરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર શહેરના કોરોના ના કેસ 130 અને ગ્રામ્ય વિસ્તારના 26 સહીત કુલ 156 કેસ આજના નોંધાયા છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 700 થવા પામી છે. જ્યારે શહેરમાં 38 દર્દીઓ અને ગ્રામ્યમાં 4 દર્દી સહિત કુલ 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કેસો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાનાં કેસ વધી રહૃાાં છે. ત્યારે ગઈકાલે કોરોનાનાં નવા 26 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમરેલી તાલુકામાં 15 નોંધાયા છે, જયારે બાબરા તાલુકામાં 8, બગસરા તાલુકામાં 2 તથા કુંકાવાવ તાલુકામાં-1 કેસ કોરોનાનો નોંધાયો છે. અત્યાર સુધી અમરેલી જિલ્લામાં કુલ 121 કોરોનાનાં કેસ એકિટિવ છે જે પૈકી માત્ર 4 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં 8473 લોકોને વેકિસનેશન આપવામાં આવ્યું હતું જયારે 2530 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ
કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ બાદ ગીર સોમનાથ જીલ્લાામાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો નોંઘાય રહ્યો છે. દરમ્યાન વેરાવળમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે અને ત્રીજી લહેરના પ્રારંભ બાદ ગઇ કાલે પ્રથમ વખત વેરાવળમાં સર્વોચ્ચ 35 કેસો નોંધાયા છે અને વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ વધ્યો હોય તેમ કુલ 38 જેટલા નવા કેસો સામે આવ્યા્ છે. નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 35, સુત્રાપાડામાં 1, ઉનામાં 1 અને તાલાલામાં 1 કેસ નોંઘાયો છે. જિલ્લામાં કોરોના કેસોનો આંક ડબલ આવતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેકસીન આપવાની કામગીરી પણ જીલ્લાોમાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાકમાં 5153 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યાવ છે. જયારે જીલ્લોમાં કન્ટેઇટમેન્ટં ઝોનમાં 115 ઘરો અને 569 લોકો છે. હાલ ગીર સોમનાથ જીલ્લાીમાં એન્ટીજન 399 અને આર.ટી.પી.સી.આર. 1926 મળી કુલ 2325 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 113 એકટીવ કેસો છે જે પૈકી મોટાભાગના હોમ આઇસોલેટ છે. જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ રેટ 1.63 ટકા જેટલો છે.

ઊના તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોય તેમ રોજ કોરોનાના પોઝીટવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં 5 તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દેલવાડા, સામતેર, સનખડા સહીત ગામોમાં કુલ 9 કોરોના પોઝીટીવ કેઇસો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગયેલ. શહેરમાં કોરોનાએ ફરી પગપેસારો કરી ચુક્યો છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ એન્ટ્રી થઇ ગયેલ છે. ત્યારે કોરોના કેઇસો રોજ વધારો જોવા મળી રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળેલ છે. આમ ઉના તાલુકામાં કુલ 9 કેઇસ સામે આવ્યા હતા.

જુનાગઢ
હાલ ચાલી રહેલ કોરોનાની ત્રીજી લહેરની મહામારીમાં જુનાગઢ શહેર અને જિલ્લામાં રેકર્ડબ્રેક 50 કેસ સામે આવ્યા છે. જુનાગઢ શહેરમાં 39 અને ગ્રામ્ય પંથકમાં 11 મળી કુલ 50 કેસ નોંધાયા છે. ગ્રામ્ય પંથકમાં જુનાગઢ તાલુકા 3, કેશોદ તાલુકા 6, માણાવદર 2 અને જુનાગઢમાં 39 કેસ નોંધાયા છે તેની સામે 20 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં જુનાગઢ શહેરમાં 18 અને વંથલી કેશોદના એક એક મળી કુલ 20ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. 106 કન્ટેનમેન્ટ ઝોનમાં 106 ઘરોમાં 1,104 લોકોનો સમાવેશ થાય છે. ગઇકાલે જુનાગઢ શહેરમાં 2,440 અને ગ્રામ્યમાં 3780ને રસીકરણ આપી કોરોના સુરક્ષીત કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, 8 મહિના પછી એક જ દિવસમાં 375 કેસ
જામકંડોરણાના 88 વર્ષીય વૃદ્ધનું સારવારમાં મોત નિપજ્યું: શહેરમાં 1668 અને ગ્રામ્યમાં 413 એક્ટિવ કેસ
રાજકોટ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો છે. ગઈકાલે 375 કેસ નોંધાયા છે. 8 મહિના પછી પ્રથમ વખત આટલા કેસો નોંધાયા છે. અગાઉ 16 મે, 2021ના રોજ એટલે કે 241 દિવસ પહેલા 372 કેસ નોંધાયા હતા. બુધવારે રાજકોટ શહેરમાં 319 કેસ અને ગ્રામ્યમાં 56 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં 212 દર્દીઓ સાજા થયા છે.
રાજકોટ ગ્રામ્યમાં કુલ 56 કેસો નોંધાયા જેમાં ધોરાજી તાલુકામાં 15, ગોંડલ તાલુકામાં 14, જામકંડોરણામાં 8, જસદણમાં 4, ઉપલેટામાં 4, જેતપુરમાં 7, રાજકોટ તાલુકામાં 2 અને લોધીકામાં 1 કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 15560 પોઝીટીવ કેસો નોંધાયા જેમાંથી હાલ 413 એકટીવ કેસ છે.

જામકંડોરણાના 88 વર્ષીય વૃધ્ધ કોમોર્બીડીટીના દર્દી હતા, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. આ દર્દી કોમોર્બીડીટીના રોગને લઈ દાખલ થયા હતા જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. શહેરમાં 1668 અને ગ્રામ્યમાં 413 એક્ટિવ કેસ છે.


Related News

Loading...
Advertisement
Advertisement