વિસાવદરનાં ગંજીવાડામાં આવેલ રીબડીયા પરીવારના માતાજીના મઢે ધજા ચડાવાઇ

13 January 2022 12:36 PM
Junagadh
  • વિસાવદરનાં ગંજીવાડામાં આવેલ રીબડીયા પરીવારના માતાજીના મઢે ધજા ચડાવાઇ

તાજેતરમાં વિસાવદર શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં ગાંડુભાઇ જીવાભાઇ રીબડીયાના ઘરે રીબડીયા પરીવારના કુળદેવી ખોડીયાર માતાજી તથા સતીસાઇ માતાજીના મઢે કેશોદ નિવાસી રેખાબેન રમેશભાઇ ભીમાણીના આર્થીક સહયોગથી માતાજીના મઢ પુજારી ભાગેરથીઆઇએ સુંદર મજાનો ધજારોહણ કાર્યક્રમ કરેલ હતો. જેમાં 900 વર્ષ પહેલા ખોડીયાર માતાજીએ સ્વપ્નમાં આવી સતીઆઇ માતાજીને રીબડીયા પરિવાર મા તું પહેલા પુજાઇશ એવું કહેલ તે પ્રમાણે છેલ્લા 70 વર્ષથી રીબડીયા પરીવારના માતાજીના મઢે અખંડ જયોત પ્રગટે છે. જયાં 16 ધજાના જુની હવેલીએથી બેન્ડબાઝાના સુરો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરી માતાજીના મઢે ચડાવાઇ હતી. જેમાં ભુતડી ગૌશાળાના લાભાર્થે કામ કરતી બેન્ક પાર્ટીને રૂ.3600નો ફાળો થયેલ હતો. બાદ બધા ભાવીકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયેલ હતું. જેમાં શ્રીમતિ નિશાબેન હર્ષદભાઇ ત્રીબઠીયા નગર પાલિકા ના પ્રમુખ કૌશીકભાઇ વાઘેલા, નગર પાલિકાના સભ્યો રમણીકભાઇ દુધાત્રા, મનીષભાઇ રીબડીયા, કમલેશભાઇ રીબડીયા, રાજભાઇ રીબડીયા સહિત મોટી સંખ્યામાં માઇ ભકતો હાજર રહેલ હતા.


Loading...
Advertisement
Advertisement