જૂનાગઢનાં આણંદપુર ઓઝત નદીમાં ખાણ ખનીજ ખાતું ત્રાટકયું: વાહનો સહિત રૂા.18.58 લાખનો મુદામાલ જપ્ત

13 January 2022 12:37 PM
Junagadh
  • જૂનાગઢનાં આણંદપુર ઓઝત નદીમાં ખાણ ખનીજ ખાતું ત્રાટકયું: વાહનો સહિત રૂા.18.58 લાખનો મુદામાલ જપ્ત

રેઇડ દરમિયાન જેસીબી, ટ્રેકટરો મુકી ખનીજ ચોરી નાસી છુટયા

જૂનાગઢ,તા.13
જૂનાગઢ તાલુકાના આણંદપુર નદીના કાંઠે બીન અધિકૃત માટીનું ખોદાણ કરી રહેતા જેસીબી ટ્રેકટરો દ્વારા સરકારી જમીનમાંથી ચોરી કરી લઇ જતાં રેડ દરમિયાન વાહનો રેઢા મુકી ભાગી લુંટનાર ચાર સામે તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ કરાયો છે. કુલ 18.58.799નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન ખનીજ વિભાગના ઇન્સ. વીરને પી.માંડેરાએ ગત તા.10-1-2022ની સાંજે જૂનાગઢથી 25 કી.મી. દુર આણંદપુર માટીવાળા વિસ્તારમાં ખોદકામ કરી 81.20 મેટ્રીક ટન સાદી માટી ખનીજ, જેસીબી મશીન તથા બે ટ્રેકટરો હેરફેર કરવા માટેનાં ચોરીમાં પકડી પાડયા હતા.

સરકારી જમીનમાંથી 7525.50 મેટ્રીક ટન જુદી જુદી માટીનું ખોદકામ કરી રહેલ રૂ.18.58.799 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ચોરી મામલે એક જેસીબી તેમજ ટ્રેકટર માલીક સાર્દુલભાઇ મામદભાઇ બંધીયા, આણંદપુર ટ્રેકટર માલીક સાગર ભીખુ બલીયા રે. રામજી બંધીયા રેે. આપંદપુર વાળાએ સામે ગુન્હો નોંધી તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement