ધોરાજીમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પતંગ-બ્યુગલોનું વિતરણ

13 January 2022 12:40 PM
Dhoraji
  • ધોરાજીમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પતંગ-બ્યુગલોનું વિતરણ

(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 13
તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવેલ છે કે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમાં મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકોને વિનામૂલ્યે 2500 નંગ જેટલી પતંગ તેમજ 500 નંગ જેટલા બ્યુગલોનું વિતરણ કરાયેલ છે. તેમજ બાળકોને શીખ પણ આપેલ કે પક્ષીઓ વહેલી સવારે તેમજ ઢળતી સાંજે બહાર નીકળતા હોવાથી પતંગ ઉડાડવી નહીં તેમજ કપાયેલ પતંગ લેવા માટે રોડ ઉપર દોડવું નહીં તેમજ ધાબા ઉપર પતંગ ઉડાડતા હોય ત્યારે ટિંગાવું નહિ તેમજ ઈલેક્ટ્રીક વાયરથી દૂર રહેવું જેથી કરીને અકસ્માતથી બચી શકીએ હાલના કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક પહેરવું તેમજ સોશ્યલનું ડિસ્ટન્સનું પાલન કરવું જેથી કરીને સંક્રમણથી બચી શકીએ અને મકરસંક્રાંતિ તહેવાર સારી રીતે ઊજવી શકીએ. આ પતંગ વિતરણ વ્યવસ્થામાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના નાના-મોટા તમામ કાર્યકર્તાઆ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement