અમરેલી જિલ્લામાં કિસાન સંઘનું આવેદનપત્ર

13 January 2022 12:40 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં કિસાન સંઘનું આવેદનપત્ર

અમરેલી,તા.13
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આજે સત્તાધારી પક્ષ ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘનાં નેતૃત્વમાં ખેડૂતોનાં વિવિધ પ્રશ્ર્નોેને લઈને સ્થાનિક અધિકારી મારફત આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. અમરેલી, બાબરા, વડિયા, સાવરકુંડલા, રાજુલા સહિત ઠેકઠેકાણે ખેડૂતોએ તેઓનાં વર્ષો જુના પ્રશ્નોનાં નિરાકરણની માંગ કરતાં સરકાર હરકતમાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કોઈ સિંચાઈ સુવિધા ના હોવાથી સૌરાષ્ટ્ર અને મૂળ સ્વરૂપમાં કલ્પસર યોજના શરૂ કરીને વહેલાસર પાણી આપો, ખેડૂત અને ખેતી ફળદ્રુપ કરવા માટે ખેતી માટે માટી નાખવાની મંજૂરી આપો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સોલાર યોજના આપવી આ યોજનાથી દિવસે ખેડૂતો ખેતરમાં આ યોજના થકી પાણી પિયત આપી શકે, રી-સર્વેમાં ખેડૂતોની થતી કનડગત તાત્કાલિક દૂર કરો, સમાન સિંચાઈ દર કરવા જયાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં સહકાર આધારિત નવી સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવી, ખેતી સિંચાઈમાં મીટર પ્રથા નાબૂદ કરવા અથવા સ્વૈચ્છિક કરવા મીટર ઉપરનો ફિકસ ચાર્જ વિપ્રશ્ર્ને રજુઆત કરવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement