ભાવનગરમાં પોલીસ કર્મચારીનો આપઘાત

13 January 2022 12:41 PM
Bhavnagar
  • ભાવનગરમાં પોલીસ કર્મચારીનો આપઘાત

પોલીસ વિશ્રાંતિ ભવનની અગાસીમાં ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર, તા.13
ભાવનગરના નવાપરા ખાતે આવેલ પોલીસ વિશ્રાંતિ ભવન ખાતેની અગાસીમાં એનઆરડી જવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર પોલીસ હેડ કવાર્ટર બેરક નં-3માં રહેતા એનઆરડી પ્રદીપસિંહ પઢિયાળએ વિશ્રાંતિ ભવન ખાતે આવેલ અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવની જાણ થતા વિશ્રાંતિ ભવન ખાતે ડીવાયએસપી અને ગંગાજળિયા પોલીસ મથકના પીઆઈ સહિતના દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement