કોરોનાના કારણે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા યોજાતી શોભાયાત્રા આ વર્ષે બંધ રહેશે

13 January 2022 12:41 PM
Veraval
  • કોરોનાના કારણે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા યોજાતી શોભાયાત્રા આ વર્ષે બંધ રહેશે

પ્રભાસપાટણ, તા.13
માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા તથા સમગ્ર ગુજરાતમાં માંધાતા ઉત્સવ ર0રર નિમિતે યોજાતી શોભાયાત્રા કોરોનાના કારણે બંધ રાખવામાં આવેલ છે તો પોત પોતાના ગામ અને શહેરની અંદર સ્થાનિક પૂજન કરી ઉજવે તથા સૌ ઘરે જ રહી વિવિધ પ્રવૃતિઓ જેવી કે ઘરે રંગોળી પૂરી. દીવડા પ્રગટાવી, ગાયોને ઘાસ ચારા નાખવા નાના બાળકોને ભોજન કરાવવું અને જેવી અનેક પ્રકારની પ્રવૃતિ કરી ઇષ્ટદેવ માંધાતાની જન્મ જયંતિ ઉજવાશે. પ્રમુખ માંધાતા ગ્રુપ ગીર સોમનાથ રામભાઇ ચૌહાણ દ્વારા માંધાતા ગ્રુપ ગીર સોમનાથ સુત્રાપાડા દ્વારા માંધાતાનું પૂજન, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ કાર્યાલય માંધાતા ઓફિસ નવા નગર ખાતે રાખેલ છે. 14મી જાન્યુઆરી ર0રર મકરસંક્રાતિ (ખીહર) સવારે 8.30 થી 9.30 સુધી પછી પ્રસાદી રાખેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)


Loading...
Advertisement
Advertisement