અમરેલીમાં પોલીસ ભરતીમાં દોડતા યુવાનનું મોત

13 January 2022 12:42 PM
Amreli
  • અમરેલીમાં પોલીસ ભરતીમાં દોડતા યુવાનનું મોત

દોડ દરમ્યાન ટ્રેક પર ઢળી પડયો : સારવારમાં ખસેડાતા મૃત જાહેર : મૃતક યુવાન માંગરોળના આરેણા ગામની વતની

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 13
અમરેલી ખાતે ચાલી રહેલ પોલીસ ભરતી દરમ્યાન આજે સવારે એક યુવાન ભરતી ગ્રાઉન્ડ ઉપર રનીંગની પરીક્ષા આપવા માટે આવેલ ત્યારે તે દોડતા દોડતા અચાનક કોઇ કારણોસર પડી જતા તેમને તાત્કાલીક સારવાર માટે દવાખાને લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમનું મૃત જાહેર કરતા અમરેલી સીટી પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી પોલીસ હેડ કવાર્ટસ ખાતે પોલીસ વિભાગની ભરતી ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે રહેતા અમીતભાઇ રામભાઇ જોડવા નામના 24 વર્ષીય યુવક રનીંગ કરવાની પરીક્ષા આપવા માટે આવેલ હતા ત્યારે તેઓ પોલીસ હેડ કવાર્ટસની ભરતી ગ્રાઉન્ડ ઉપર દોડતા દોડતા કોઇ કારણોસર પડી જતા તેમને તાત્કાલીક સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ થતા આ બનાવ અંગે સીટી પોલીસમાં અકસ્માત મોત જાહેર કરાતા અમરેલી સીટી પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement