ગોંડલમાંથી ફરારી આરોપી ઝડપાયો

13 January 2022 12:43 PM
Gondal
  • ગોંડલમાંથી ફરારી આરોપી ઝડપાયો

જૂનાગઢ જેલમાંથી જામીન પર છુટયા બાદ એક વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 13
ગોંડલની સેન્ટ્રલ ટોકીઝ પાસેથી જુનાગઢ જેલનો વચગાળાના જામીન પર છુટેલો નાસતો ફરતો આરોપીને પોલીસે પકડી પાડેલ છે.
મળતી વિગતો મુજબ રાજકોટ એલસીબી પોલીસે બાતમીના આધારે વિજય ઊર્ફે ભગુ ગુણાભાઈ પરમાર (ઉંમર વર્ષ 24 મૂળ રહેવાસી જેતપુર વાળા)ને ગોંડલ સેન્ટ્રલ ટોકીઝ પાસેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત આરોપી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પ્રોહિબિશનના ગુનામાં હતો અને કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો એલસીબી પોલીસના પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, મહેશભાઈ જાની, કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી, પ્રહલાદ સિંહ રાઠોડ, સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કરી બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement