માણાવદરમાં તાલુકા કોંગ્રેસનું આવેદનપત્ર

13 January 2022 12:43 PM
Junagadh
  • માણાવદરમાં તાલુકા કોંગ્રેસનું આવેદનપત્ર

(જીજ્ઞેશ પટેલ) માણાવદર, તા. 13
ચણાની ખરીદી અને તેના ભાવમાં વધારો કરવા માણાવદર તાલુકા કોંગ્રેસની સરકારમાં રજૂઆત છે. માત્ર ગુજરાત જ નહીં આખા ભારતની ખેતી ધીમે ધીમે ભાંગવા લાગી છે ખેતી ખર્ચાઓએ ખેડૂતની કરોડરજ્જુ તોડી નાખી છે.બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તથા ખેતી સંબંધિત અન્ય ઉપયોગી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે.આવક કરતાં જાવક વધી છે પરિણામે ખેતી કોઈને પોષાતી નથી પાકપેદાશોના પુરા ભાવ મળતા ન હોવાથી તેની અસર વાવેતર પર પડી રહી છે.

ખેતીને બચાવવા તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ખેડૂતોના માલની સરકાર સો ટકા ખરીદી કરે તે માટે માણાવદર તાલુકા કોંગ્રેસે સરકારમાં રજૂઆતો કર્યા પછી. આજરોજ માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અરવિંદભાઈ લાડાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી એ માણાવદર મામલતદાર ને સંબોધીને રાજ્યના કૃષિમંત્રીને એક આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે

કે ગુજરાતમાં પડેલ વધુ વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન વગેરેનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ શિયાળુ પાક તરીકે ચણાનું પુષ્કળ વાવેતર કરેલ છે. હાલ સરકાર દ્વારા ચણા ની ખરીદી કરેલ તેમાં ખરીદીનો જથ્થો તથા ભાવ પણ ઓછા હોય માટે હવે ખરીદીમાં સરકાર એક હેક્ટરે 100 મણ ચણા ની ખરીદી કરે અને નાના-મોટા તમામ ખેડૂતો પાસેથી કોઇ જાતના વાંધા-વચકા કાઢ્યા વિના અને ચણાનો ભાવ એક મણના 1500થી વધારે નક્કી કરે તેવી માંગણી માણાવદર તાલુકા કોંગ્રેસે રાજ્યના કૃષિ મંત્રી સમક્ષ કરી છે.


Loading...
Advertisement
Advertisement