ધોરાજીના બજરંગદળના સંયોજક તરીકે સંદીપભાઈ ટોપીયાની નિયુક્તિ

13 January 2022 12:44 PM
Dhoraji
  • ધોરાજીના બજરંગદળના સંયોજક તરીકે સંદીપભાઈ ટોપીયાની નિયુક્તિ

(સાગર સોલંકી-ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા. 13
તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાનીબેઠ જેતપુર મુકામે મળી હતી. જેમાં આગામી કાર્યક્રમોની રુપરેખા નક્કી કરવામાં આવી હતી. તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્ય વિસ્તાર, હિન્દુ જાગૃતિ, હિન્દુ એકતા, વગેરે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પરિષદના સહ પ્રાંતમંત્રી કિરીટભાઈ મિસ્ત્રી તથા વિભાગ મંત્રી પ્રકાશભાઈ પનારાએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સંગઠન મજબૂત કરવા તથા સંગઠનનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ રાજાણીએ ધોરાજી પ્રખંડના બજરંગ દળના સંયોજક તરીકે સંદીપભાઈ ઇશ્વરભાઈ ટોપિયાની નિમણુંકની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ગોંડલ જિલ્લાના તથા તમામ પ્રખંડના પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને આ બેઠકનું સંચાલન જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાનીએ કર્યું હતું.


Loading...
Advertisement
Advertisement