બાબરાની બુધવારી બજારમાં કોરોનાને ખુલ્લો પડકાર આપતા લોકો: બજાર બંધ કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કલેકટરને રજૂઆત કરી

13 January 2022 12:45 PM
Amreli
  • બાબરાની બુધવારી બજારમાં કોરોનાને ખુલ્લો પડકાર આપતા લોકો: બજાર બંધ કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કલેકટરને રજૂઆત કરી

બાબરા,તા.13
દેશ અને રાજ્યમાં કોરોના મહામારી એ આતંક મચાવ્યો છે ત્યારે દરરોજ દેશ અને રાજ્યમાં કોરોના ના ડરાવણા આંકડા આવે છે ગુજરાત માં કોરોના એ રફતાર પકડી છે ગઈ કાલે 7 હજાર થી વધુ કેસો નોંધાયા હતા અમરેલી જિલ્લા માં 25થી વધુ કેસ નોંધાયા હતા બાબરા શહેર અને તાલુકામાં પણ કોરોના એ પગ પેસારો કર્યો છે.
શહેર અને તાલુકામાં હાલ 20, થી વધુ કેસો એકટીવ છે ત્યારે બાબરા શહેરના મધ્યમા દર બુધવારે ભરાતી બજારમાં માં લોકો બે ફીકરાઈ કરી રહ્યા છે.

ભરાયેલી બુધવારી બજારમાં સોશીયલ ડીસકેશન અને માસ્ક વગર લોકો જોવા મળીયા હતા પાલિકા કે પોલીસ તંત્ર આડા દીવસે લોકો ને કાયદો બતાવે છે અને દંડ વસૂલ કરે છે ત્યારે બુધવારી બજારમાં હજારો લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ જોવા મળ્યા હતા શહેર ના વેપારીઓ સોશ્યલ ડીસકેશન અને માસ્ક પહેરીને વેપાર ધંધા કરે છે ત્યારે બુધવારી બજારના ધંધાદારીઓ આ નિયમો ના ધજાગરા ઉડાડી રહ્યા છે લોકો શહેર ના લોકો ના મન માં ડર ઉભો થયો છે.

બુધવારી બજારમાં આવતા અન્ય શહેરો ના લોકો ને વેપારીઓ નિયમોનું પાલન નથી કરતા લોક માંગ ધ્યાન રાખી બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્વારા અમરેલી જિલ્લા કલેકટર અને મામલતદાર બાબરા પી આઈ.ને લેખીત રજૂઆત કરી જણાવ્યું કે હાલ રાજય મા કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રોજબરોજ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે અને બાબરા શહેર અને તાલુકામાં પણ કોરોના ના કેસ આવી રહીયા છે તો હાલ કોરોના મહામારી ની પરિસ્થિતિ જ્યાં સુધી હળવી નો બંને ત્યાં સુધી બુધવારી બજાર બંધ રાખવી.


Loading...
Advertisement
Advertisement