મોરબીના સંદિપસિંહ જાડેજાની એબીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી

13 January 2022 01:02 PM
Morbi
  • મોરબીના સંદિપસિંહ જાડેજાની એબીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 13
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન કે જે ભુજ (કચ્છ) ખાતે યોજાયુ હતુ તેમાં આગામી વર્ષ 2021-22 ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.સંજયભાઈ ચૌહાણની તેમજ પ્રદેશ મંત્રી તરીકે યુતિબેન ગજરેની નિમણુક કરાઇ હતી. મોરબી શાખાના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજાની તેમા પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરાઇ છે. સંદિપસિંહ વર્ષો જૂના કાર્યકર્તા છે. અગાઉ વિદ્યાર્થી પરિષદમાં તેમણે ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે, નગર સહમંત્રી, નગરમંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ તેઓ મોરબી જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓએ બીબીએના સ્ટુડન્ટ છે. મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement