થાનગઢનાં રહેણાંક મકાનમાંથી દારૂની 16 બોટલ અને બિયરનાં 120 ટીન ઝડપાયા

13 January 2022 02:01 PM
Surendaranagar
  • થાનગઢનાં રહેણાંક મકાનમાંથી દારૂની 16 બોટલ અને બિયરનાં 120 ટીન ઝડપાયા

રૂા. 16,800નાં મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 13
પોર્લીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ.ગોરીની સુચનાથી એ.એસ.આઇ એસ.આર.ધોરી તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઇ જે જાદવ, પો.કોન્સ. આલાભાઇ વિરાભાઇ રોજીયા, પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તથા મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ એમ બધા થાનગઢ વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલિંગમાં તે દરમ્યાન એ.એસ.આઇ. એસ.આર.ઘોરી તથા પો.હેડ કોન્સ અરવિંદભાઇ જે.જાદવને ખાનગી રાહે હકિકત મળેલ કે, થાનગઢ મફતીયાપરા પાસે આવેલ મોટા થાંભલાની બાજુમાં આવેલ વિશાલભાઇ પરસોતમભાઇ વાડોલીયા રહે. થાનગઢ મફતીયાપરાવાળો પોતાના રહેણાંક મકાને ગે.કા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ નો જથ્થો છુપાવી રાખી પોતાના અંગત કાયદા સારૂ વેચાણ કરે છે,

જે હકિકતથી સાથેના પો.સ્ટાફના માણસોને સમજ કરી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા વિશાલભાઇ પરસોતમભાઇ વાડોલીયા જાતે.પ્રજાપતી ઉં.વ.32 ધંધો મજુરી રહે. થાનગઢ મફતીયાપરા મોટા થાંભલા પાસે તા. થાનગઢ મુળ રહે.જોગવડપાટીયા તા.લાલપુર. જામનગર વાળો હાજર મળી આવતા ઇસમ ભાગવા જતા તેને પકડી રાખી તપાસ કરતા રહેણાંક મકાનના રૂમના ખુણામાં તપાસ ભારતીય બનાવટના કીંગફીશર બીયરના ટીન નંગ-120 કિ.રૂ. 12000/-ગણી તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની COUNTY CLAB DELUXE WHISKY નીકંપની શીલબંધ બોટલ નંગ-12 કી.રૂ.3600/- ગણી તથા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કીનો ક 1 કાચની શીલબંધ બોટલો નં 4 રૂ.1200/- ગણી કુલ બિયર તથા બોટલ નંગ-136 કિ.રૂ. 16,800/ નો મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન એક ઇસમને પકડી સફળ કેસ શોધી કાઢેલ છે.


Loading...
Advertisement
Advertisement