ચોટીલા રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજીક તત્વોનો ત્રાસ!

13 January 2022 02:03 PM
Surendaranagar
  • ચોટીલા રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજીક તત્વોનો ત્રાસ!
  • ચોટીલા રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજીક તત્વોનો ત્રાસ!

દારૂ ની પોટલીઓ, બોટલો પણ ફેકી જતા હોવાની ફરિયાદ

ચોટીલા,તા.13
સૌરાષ્ટ્ર નું મુખ્ય પ્રવેશ દ્વાર એવા ચામુંડા ધામ ચોટીલાની રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં ચોક્કસ સમયે અસામાજીક તત્વો થી લોકો અને સ્ટાફ ત્રસ્ત બની ઉઠયો છે અને પગલા લેવા માંગ કરી છે.

નેશનલ હાઇવે પર આવેલ હોસ્પિટલ આવવા માટે મુખ્ય ત્રણ રસ્તા છે. તાલુકા પંચાયત તરફ થી આવતા ગેઈટ નજીક જ દેશી ઇગ્લીશ દારૂ વેચાતો હોવાની બૂમરેણ છે જેથી દારૂડિયાઓ પીએમ રૂમ અને કેમ્પસ નજીક અડીંગો જમાવતા હોવાની રાવ છે.

કેમ્પસ ની આસપાસ દેશી ની પોટલીઓ અને ઇગ્લીશ ની ખાલી બોટલ ખોખાઓ હોસ્પિટલ કમ્પાઉન્ડ મા જોવા મળે છે. કેમ્પસમાં જ નર્સિંગ સ્કુલ અને હોસ્ટેલ આવેલ છે જેમા છોકરીઓ અભ્યાસ કરે છે,છોકરીઓની હોસ્ટેલ પાસે પણ ચોક્કસ સમયે અડીંગો જામતો હોય છે. જેથી અનેક પ્રકારનો દિકરીઓને ત્રાસ અનુભવવો પડતો હોવાની ફરીયાદ ઉઠી છે.

આમતો નજીકના સમયમાં હોસ્પિટલ અપગ્રેડ થવાની છે નેશનલ હાઈવે ઉપર છે ગૃહ વિભાગે અહીંયા હોસ્પિટલ પોલીસ ચોકી એક અલગ થઈ મંજુર કરવી જોઈએ અને હાલ અસામાજીક ઇસમો સામે પગલાં લેવા માટે જોઈએ

હોસ્પિટલ સત્તાવાળાઓએ આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ ને ખાનગી રાહે આ ત્રાસ અંગે ફરીયાદ કરી અને પગલા લેવા માગણી કરેલ હોવાનું જાણવા મળે છે.


Loading...
Advertisement
Advertisement