ઝાલાવાડમાં ઉતરાયણે સુસવાટા મારતા પવન સાથે છુટાછવાયા વરસાદની આગાહી

13 January 2022 02:04 PM
Surendaranagar
  • ઝાલાવાડમાં ઉતરાયણે સુસવાટા મારતા પવન સાથે છુટાછવાયા વરસાદની આગાહી

આગામી બે દિવસ કોલ્ડવેવ પણ રહેશે

વઢવાણ,તા.13
ઝાલાવાડમાં ઉતરાયણના દિવસે સુસવાટા મારતો પવન રહેશેે સાથે છુટો છવાયો વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે જિલ્લામાં આજથી બે દિવસ કોલ્ડવેવ રહેવાની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન ખાતાએ ગુજરાતના સુરેન્દ્રનગર સહિત કેટલાક જિલ્લામાં આજથી કાતિલ ઠંડીના મોજા સાથે તિવ્ર શિતલહેર છવાઈ જવાની તથા સુસવાટા મારતો પવન ફુંકાવાની આગાહી કરી છે.

જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને આઠ ડીગ્રી કે તેથી પણ નીચે જવાની શકયતા છે તંત્ર દ્વારા યલ્લો એલર્ટ આપવા સાથે લોકોને બે દિવસ ઠંડી સામે બચવાના પુરતા પગલા લેવા જણાવવામાં આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી બે દિવસ તિવ્ર શિતલહેર છવાઈ જવાની સાથે ઠંડી વધવાની સંભાવના છે.

પતંગ રસીયાઓ માટે આનંદની લાગણી સાથે ચિંતા ઉપજાવે તેવા સમાચાર એ છે કે, હવામાન ખાતાએ ઉતરાયણના દિવસે સુસવાટા મારતો પવન ફુંકાવાની આગાહી કરી છે સાથે જિલ્લામાં કયાંકકયાંક છુટોછવાયો વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન ખાતાની આગાહી મુજબ આ બે દિવસ દરમ્યાન તાપમાનનો પારો મહતમ 14 ડીગ્રી રહેવાની, અને ન્યુનતમ 5 ડીગ્રી સુધી ગગડી જવાની સંભાવના વ્યકત કરવામાં આવેલી છે.
(તસ્વીર: ફારૂક ચૌહાણ-વઢવાણ)


Loading...
Advertisement
Advertisement