ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં હવે 40 ટકાની સહાય

13 January 2022 02:21 PM
Rajkot Gujarat
  • ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં હવે 40 ટકાની સહાય
  • ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં હવે 40 ટકાની સહાય
  • ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં હવે 40 ટકાની સહાય

* કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની રાજકોટમાં જાહેરાત: મહત્તમ રૂા.6 હજાર મળશે

* રાજકોટ ડેરીને વિસ્તરણ માટેના ચેકનું વિતરણ: ગુજરાત સરકાર કૃષિ ક્ષેત્રને અગ્રતા આપે છે: ખેડૂતોની આવક ડબલ કરવા માટે અનેક યોજના અમલમાં

રાજકોટ તા.13
ગુજરાતમાં કૃષિક્ષેત્રે રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે અને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય અપનાવીને ખેડૂતો વધુ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકે છે તેવું જણાવતા રાજયના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના નવીનીકરણ પ્રોજેકટને માટે વિંછીયા કુલીંગ યુનિટને ગ્રાન્ટનો ચેક અર્પણ કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર પશુઓને ઘરે બેઠા સારવાર મળી શકે તેના માટે મોબાઈલ ડિસ્પેન્સરી પણ ઉભી કરી છે.

તેઓએ એક જાહેરાતમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં હવામાન ઉપરાંત કૃષિ સંબંધીત તમામ જાણકારી મેળવી શકશે અને તેના માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને જે સ્માર્ટફોન સહાય રૂા.15 હજાર સુધીના ફોનની ખરીદીમાં 10 ટકા સહાય આપતી હતી તે વધારીને 40 ટકા કરવામાં આવી છે. આથી ખેડૂતોને હવે મહતમ રૂા.6 હજાર જેટલી સહાય મળશે.

આ ફોનની મદદથી ખેડૂતો કૃષિ, હવામાન તથા માર્કેટયાર્ડ તમામ સાથે લાઈવ સંપર્ક જાળવી શકશે. રાજકોટ ડેરી ખાતેના કાર્યક્રમ અટલબિહારી બાજપેયી ઓડીટોરીયમમાં યોજાયો હતો અને શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર ડેરીના નવીનીકરણ માટે રૂા.30.50 કરોડની રકમ પણ આપી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડીયા, પશુપાલન ખાતાના નિયામક ડો. ફાલ્ગુની ઠાકુર, પશુપાલન સચીવ શ્રી નલીન ઉપાધ્યાય, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, અધિક પશુ નિયામક ડો. વસાવડા, જીલ્લા રજીફસ્ટ્રાર વી.આર.કપુરીયા ખાસ હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement