મેં પ્રિકોશન ડોઝ લઈ લીધો, તમે પણ લઈ લો: ‘હિમેન’ની ચાહકોને અપીલ

13 January 2022 02:28 PM
Entertainment India
  • મેં પ્રિકોશન ડોઝ લઈ લીધો, તમે પણ લઈ લો: ‘હિમેન’ની ચાહકોને અપીલ

બોલિવૂડમાં ‘હિમેન’ની છાપ ધરાવતાં ધર્મેન્દ્રએ કોરોના વેક્સિનનો ત્રીજો એટલે કે પ્રિકોશન ડોઝ લઈ લીધો છે. આ ડોઝ લીધા બાદ તેમણે પોતાના ચાહકોને અપીલ કરતાં કહ્યું કે આ ડોઝ તમામે લેવો જોઈએ અને તેને લેતી વખતે બિલકુલ દુ:ખાવો થતો નથી.

આ ઉપરાંત તેમણે વેક્સિન મુકનાર નર્સને આશીર્વાદ પણ આપ્યા હતા તો પોતાના ચાહકોને માસ્ક પહેરવાની અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે 86 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર તરોતાજા જીવન પસાર કરી રહ્યા છે. તેઓ નિયમિત કસરત કરતાં હોય તેવા વીડિયો સોશ્યલ મીડિયા પર શેયર કરતાં રહે છે જેને ઘણા જ પસંદ કરવામાં આવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement