ફોનને વધુ પડતો ચાર્જ કરવાથી ફાટી શકે છે બેટરી

13 January 2022 02:30 PM
India Technology
  • ફોનને વધુ પડતો ચાર્જ કરવાથી ફાટી શકે છે બેટરી

દિલ્હી તા.13
સ્માર્ટ ફોન હવે આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે. પછી ભલે તે કોલ કરવા, ઈન્ટરનેટ ચલાવવા, પેમેન્ટ કરવા અથવા મેઈલ મોકલવા આપણે બધા ફોન પર નિર્ભર બની ગયા છીએ. ઘણી વખત એવુ પણ બને છે કે આપણે જોયું છે કે આપણો મોબાઈલ વધુ ગરમ થવા લાગે છે. અને ફોનને વધુ ગરમ કરવો યોગ્ય નથી કારણ કે આપણે જાણીએ છીએ કે વધુ ગરમ થવાના કારણે ઘણી વખત બેટરી પણ બ્લાસ્ટ થઈ જાય છે. આજે અમે તેમને એવી પાંચ વાતો જણાવશું જેનાથી ફોન ગરમથવાની સમસ્યાથી તમે છૂટકારો મેળવી શકશો.

મોટાભાગના લોકો આ ભૂલ કરતા હોય છેકે રાત્રે સૂતા પહેલા ફોનને ચાર્જપર મૂકીને સુઈ જાય છે અને આખી રાત ચાર્જ પર ફોન રહે છે. આમ કરવાથીલાંબા ગાળે માત્ર ફોનની બેટરી જ નહીં પરંતુ ઉપકરણમાં પણ ગરમીની સમસ્યા થવા લાગે છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં ફોનની બેટરી ઓવર ચાર્જીંગને કારણે ફાટી જાય છે.

ફોનને કયારેય 100 ટકા ચાર્જ કરવો જોઈએ નહીં. જો શકય હોય તો ફોનની બેટરી 90 ટકા સુધીરાખો અને ફોનની બેટરી 20 ટકાથી ઓછી ન હોવી જોઈએ તથા ફોનને વારંવાર ચાર્જ કરવાથી ઓવરહિટીંગ થાય છે અને બેટરી જલ્દી બગડે છે. ડુપ્લીકેટ કેલોક ચાર્જર કે યુએસબી કેબલનો ઉપયોગ કરવો નહીં. કામ વગરની અમુક એપ્સ કે જેના કારણે બેટરી ગરમ અથવા ફાટી જાય છે. આમ અંતમાં આવા નાની નાની ભૂલથી ફોનની બેટરી ફાટવાની શકયતાઓ વધારે છે જેથી આમ ન કરવું વધુ હિતાવહ છે.


Related News

Loading...
Advertisement
Advertisement