બેડી વિસ્તારમાં ગટરો છલકાવવાની કાયમી સમસ્યાનો ઉકેલ કયારે ?

13 January 2022 03:12 PM
Jamnagar
  • બેડી વિસ્તારમાં ગટરો છલકાવવાની કાયમી સમસ્યાનો ઉકેલ કયારે ?

વોર્ડનં 1 માં બેડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાઇપ ગટર અને ઓપન ગટર છલકાય છે પણ સફાઇ કામદાર તો સફાઇ કરે છે પણ અમુક જગ્યાએ ગટરના પાઇપ ટૂટી ગયેલા છે અને ઓપન ગટર પણ ટૂટી ગયેલી છે એના કારણે પાણી બારે નીકળે છે તો મેન્ટેનન્સ કરવાની જરૂર છે અને સફાઇ કરવાની જરૂર છે અને બેડી વિસ્તારના લોકો મને જાણ કરવામાં આવેલ કાસમ પટેલ (ડાડો પટેલ ), ભૂરા ભાઈ રાઠોડ ત્યાથી ફોન આવતા આ વિસ્તારના આગેવાન અનવરભાઇ સંઘાર ત્યાં પહોંચી અને સ્થળ ઉપર તપાસ કરતા ગટરનું પાણી રોડ ઉપર ભરેલ હતું. બેડી રામ મંદિર ચોકમાં ગંદુ પાણી મંદીરના ગેટ પાસે ભરેલ હતુ જો ધાર્મીક જગ્યાએ ગટરનું પાણી ભરેલ હોય તો અહીં એક મોટો પાઇપ નાખવું પડશે જેથી કરીને મંદીર ના ગેટ પાસે પાણી ભરાય નહીં. બેડી જૂની પોસ્ટ ઓફિસ પાસે માલમના ઘર પાસે જૂના દવાખાના પાસે પણ ગટરનું પાણી એટલું જ ભરેલ હતું. તાત્કાલિક ધોરણે સફાઇ થવી જોઈએ અને પાઇપ ટૂટી ગયો હોય કે ચેમ્બર ટૂટી ગઈ હોય તો બદલાવાની જરૂર છે


Loading...
Advertisement
Advertisement