આહિર એકટીવ ગ્રુપ આયોજીત ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

13 January 2022 03:16 PM
Jamnagar
  • આહિર એકટીવ ગ્રુપ આયોજીત ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

જામનગર તા.13: જામનગરના આહિર એકટીવ ગ્રુપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે ‘સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી-2021-22’ ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.

તા.28 મી ડિસેમ્બર-20ર1 થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજીત આ ટૂર્નામેન્ટમાં આહિર સમાજની 78 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં રામ-એ-ગડુ ઈલેવન અને અરમાન ઈલેવન-જામનગર વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં રામ-એ-ગડુ ઈલેવનનો વિજય થતાં તે ટીમ ચેમ્પીયન થઈ હતી.

ફાઈનલ મેચ નિહાળવા તથા ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પુનમબેન માડમ તેમજ આહિર સમાજના અગ્રણીઓ ભરતભાઈ ચાવડા, હિતેશભાઈ પીંડારીયા, મશરીભાઈ નંદાણીયા, અનિલભાઈ વારોતરીયા, એડવોકેટ વી.એચ.કનારા, પ્રવિણભાઈ માડમ, કોર્પોરેટર કિશનભાઈ માડમ, કેશુભાઈ માડમ, રચનાબેન નંદાણીયા, લાભુબેન બંધીયા, રાહુલભાઈ બોરીચા, વિક્રમભાઈ બેલા, સવદાસભાઈ કરમુર, વશરામભાઈ રાઠોડ, ભીમશીભાઈ ચાવડા, દેવદાનભાઈ જારીયા, રાણાભાઈ રાવલીયા, રમેશભાઈ મારૂ, મહેશભાઈ નંદાણીયા, રામશીભાઈ ગોરીયા, પરબતભાઈ ભાદરકા, રાજાભાઈ નંદાણીયા, ભરતભાઈ કવાડ, કેશુભાઈ લૈયા, વિજયભાઈ નંદાણીયા, કાળુભાઈ બંધીયા, ભાવેશભાઈ ગાગીયા, રામશીભાઈ ચાવડા, હમીરભાઈ નંદાણીયા, કારાભાઈ સુવા, પ્રભાતભાઈ કારેથા, વાલાભાઈ માલા, ચિરાગભાઈ વાંક, રામભાઈ દેથરીયા, દિપકભાઈ ચાવડા, મહેશભાઈ આહિર, રણમલભાઈ કાંબરીયા, આલાભાઈ જોગલ, ભીખાભાઈ સુવા, ભીમશીભાઈ કાંબરીયા, દેસુરભાઈ શીયાળ, જીગરભાઈ માડમ, જયભાઈ માડમ, મયુરભાઈ માડમ, જીતભાઈ માડમ, આશિષભાઈ માડમ વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે જેમના તરફથી ગ્રાઉન્ડનો સહકાર પ્રાપ્ત થયો તેવા વસંત પરિવારના હેમલભાઈ વસંત તથા મિતલભાઈ વસંત વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આર્કષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરના પુરસ્કારો આપવામાં આવ્યા હતા. સંસદ સભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવેલ.

તેમજ સ્વ.હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને 2008 થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ આહિર એકટીવ ગ્રુપના યુવા સદસ્યો દ્રારા કરવામાં આવેલ હતુ. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આનંદ માડમએ કર્યું હતુ.


Loading...
Advertisement
Advertisement