શાપર વેરાવળમાં જુગાર રમતા સાત પરપ્રાંતીય શખ્સો પકડાયા

13 January 2022 03:41 PM
Rajkot Business Crime
  • શાપર વેરાવળમાં જુગાર રમતા સાત પરપ્રાંતીય શખ્સો પકડાયા

રૂા.18170 ની રોકડ કબજે:પીએસઆઈ કે.એ.ગોહિલની ટીમનો દરોડો

રાજકોટ, તા.13
શાપર-વેરાવળના વિકાસ સ્ટવ ચોક ક્રિડા ઓવરસીસ નામના કારખાનાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરી રૂ.18170 ની રોકડ કબજે કરી છે. મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના વિકાસ સ્ટવ ચોક ક્રિડા ઓવરસીસ નામના કારખાનાની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમીના આઘારે શાપર-વેરાવળના પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડી જુગાર રમતા મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના ઇન્દ્રપુરાના વતની અને હાલ શાપર વેરાવળ ગંગા ફોરજીંગ ગેટ અંદર ખોડલ પેકેજીંગ કારખાનાની ઓરડીમા રહેતા જિતેન્દ્રકુમાર સિયારામ લોધી, મૂળ મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના રાઠના વાતની અને હાલ શાપર વેરાવળ શીવ હોટલ પાછળ સનરાઇઝ કારખાનાની ઓરડીમા રહેતા શિવચરણ કિશોરીલાલ કુશ્વાહા, મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના અલગચ્છવાના વતની અને હાલ કોઠારીયા સોલવન્ટ પરીન ફર્નીચર પાછળ બેસ્ટેન કારખાનાની ઓરડીમા રહેતા સંજીવ કુમાર મદનલાલ લોધી, મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના અલગચ્છવાના વતની હાલ વેરાવળ શાપર શીવહોટલ પાછળ સનરાઇઝ કારખાનાની ઓરડીમા રહેતા પુષ્પદ્ર ભાગબલી લોધી, મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના અતરોલીધગોવાના વતની અને ખોડીયાર હોટલ પાછળ સહારા કરખાનાની ઓરડીમા રહેતા જુગલ કીશોર ઉતમસિંહ લોધી, મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના રાઠ તાલુકાના ખરેહટાના વતની અને હાલ શાપર વેરાવળ ગંગાફોરજીંગ ગેટ અંદર ખોડલ પેકેજીંગની ઓરડીમાં રહેતા ઓમકાર મોહનલાલ લોધી, મૂળ ઉતરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકાના મંગરોઢના વાતની અને હાલ લોધીકાના છાપરા ગામ પ્રોટેક્ટ કારખાનાની ઓરડીમા રહેતા અરવીંદપાલ લખનલાલ પાલની ધરપકડ કરી રૂ.18170 ની રોકડ કબજે કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement