કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં ફોજદાર જે.એમ.ભટ્ટ સહિત પાંચ પોલીસ કર્મી કોરોના પોઝિટિવ

13 January 2022 04:30 PM
India
  • કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં ફોજદાર જે.એમ.ભટ્ટ સહિત પાંચ પોલીસ કર્મી કોરોના પોઝિટિવ

રાજકોટ,તા.13
શહેરમાં આવતીકાલે મકરસંક્રાતિ અન્વયે આજે સવારે ત્રિકોણ બાગ ખાતે એક કરુણા અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા,સાંસદ રામભાઈ મોકરિયા અને કલેકટર સહિતનાઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો.

ત્રિકોણ બાગે યોજવામાં આવેલી સભામાં બંદોબસ્તમાં રહેલા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફમાંથી પીએસઆઈ જે.એમ.ભટ્ટની તબિયત આજે સવારે બંદોબસ્ત દરમિયાન લથડતા જ તેઓને અન્ય સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને તેઓને કોરોનાના હળવા લક્ષણો હોવાનું તબીબે જણાવતા તુરંત કોરોના રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેઓને હાલ હોમકોરોન્ટાઇન કરી તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.ત્યારે ફોજદાર ભટ્ટ કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા એ ડિવિઝન પોલીસ મથકના વિરેન્દ્રસિંહ ઝાલા,સંજયભાઈ અને નયનાબેન પરમાર સહિત પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.તમામને હાલ હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને જરૂરી મેડિસિન પણ આપવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ ત્રિકોણ બાગે યોજવામાં આવેલ કરુણા અભિયાનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.આ સભામાં આવનાર વ્યક્તિના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવે તો કોરોના પોઝિટિવનો આંક સામે આવી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement