જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના

13 January 2022 04:44 PM
Rajkot Saurashtra
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના
  • જીલ્લામાં કોરોના પર સતત વોચ; માસાંતે ‘પીક’ આવી જવાની સંભાવના

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે

* અત્યારે ઓમિક્રોનના કેસો જ વધુ હોવાની શકયતા, ડેલ્ટાનો ફેલાવો આટલો ઝડપી ન હોય : એક અભ્યાસ મુજબ આ કદાચ છેલ્લી લહેર હશે; સ્પેનીશ ફલુથી માંડીને કોઇપણ વાયરસમાં ત્રણ વેવ જ આવ્યા છે તેમાં બીજો ઘાતક નીવડયો છે

*રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી આજે ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ‘સાંજ સમાચાર’ના ચીફ એક્ઝીક્યુટીવ કરણભાઈ શાહ સાથે જિલ્લામાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત તેની ગંભીરતા, સંભવીત હાલત તેમજ જિલ્લાના અન્ય વિકાસકામો સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી તે તસવીરમાં જણાય છે
(તસવીર : ભાવિન રાજગોર)

* રાજકોટ જીલ્લામાં તાલુકાવાઈઝ જીમ તથા યોગ-દિકરીઓ માટે નવા પ્રોજેક્ટની વિચારણા

રાજકોટ,તા. 13
રાજકોટ જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિ પર તંત્રની સતત વોચ છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં સર્વોચ્ચ સ્તર આવી જવાની ગણતરી રાખવામાં આવી રહી છે તેમ રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી આજે ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને કોરોનાથી માંડીને જિલ્લાના વિવિધ મુદાઓ પર વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર અત્યારે કોરોનાના સંક્રમણ ઉપરાંત રસીકરણ એમ બંને પર સતત વોચ રાખી રહ્યું છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવા છતાં રાહતની એ છે કે હોસ્પિટાઇઝેશનનું પ્રમાણ માત્ર 1 ટકા જ છે. 99 ટકા સંક્રમીતો હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે. 1 ટકામાં પણ અમુક દર્દીને ઘરે આઈસોલેટ થવાની જગ્યા ન હોવાના કારણે ફરજીયાત હોસ્પિટલમાં જવાનો વખત આવે છે. અન્યથા આ પ્રમાણ 1 ટકાથી પણ ઓછુ છે.

તેઓએ કહ્યું કે ઓમિક્રોનનો જ્યાંથી ઉદભવ થયો તે દક્ષિણ આફ્રિકા સહિતનાં દેશોના સંક્રમણના ટ્રેન્ડને તથા ગંભીરતાને ધ્યાને લેવામાં આવે તો વર્તમાન સંક્રમણ ઘણું હળવું જ છે અને તે સૌથી મોટી રાહતની વાત છે. અત્યારના નવા કેસો મોટાભાગે ઓમિક્રોનના જ હોવાની શકયતા છે. કારણ કે ડેલ્ટાનો ફેલાવો આટલો ઝડપી ન હોવાનું અત્યાર સુધી માલુમ પડયું જ છે.

તેઓએ એવો મહત્વનો નિર્દેશ કર્યો હતો કે સ્પેનીશ ફલુથી માંડીને વિશ્ર્વમાં ત્રાટકેલા અત્યાર સુધીના વાઈરસ અને મહામારીના ઇતિહાસને ચકાસવામાં આવે તો કોઇપણ વાઈરસના ત્રણ તબક્કા જ માલુમ પડે છે તેના આધારે એવું કહી શકાય કે કોરોનાની પણ આ અંતિમ લહેર જ હશે. ચાલુ મહિનાના અંત સુધીમાં વર્તમાન લહેરની પીક આવી જવાની ગણતરી રાખવામાં આવી રહી છે.

કોરોનાની પરિસ્થિતિ ઉપર તેમજ રસીકરણ પર પણ તંત્ર દ્વારા ખાસ જોર આપવામાં આવી રહ્યું છે. રસી લેનારા સંક્રમીતોને ખાસ તકલીફ થઇ ન હોવાનું માલુમ પડયું છે તે પણ એક સૂચક છે. તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાના વિકાસ કામોને લાગે વળગે છે ત્યાં સુધી 15મા નાણાપંચના મોટા નાણા મળ્યા છે અને તેના આધારે અનેક નવા વિકાસકામો કરવામાં આવશે. ખર્ચ વધારવા માટે નવનિયુક્ત સરપંચો વગેરેને માહિતગાર કરવામાં આવશે. જિલ્લામાં તાલુકાવાઈઝ જીમ ઉપરાંત યોગ તથા દિકરીઓ માટેના ત્રણેક નવા પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે.

જીલ્લામાં 91 ટકા વસતીને બન્ને ડોઝ આપી દેવાયા : ધોરાજીમાં વધુ કેસોનું કારણ લોકો રસી લેતા ન હોવાનું છે
15થી 18 વર્ષના 90,000માંથી 79,000ને રસી આપી દેવાઈ
રાજકોટ જિલ્લામાં 591 ગામડાઓ છે. રસીકરણની શરુઆતથી જ આરોગ્ય વિભાગ દ્વારા ગામડા ખુંદવામાં આવ્યા હતા અને મહત્તમ રસીકરણનો ટારગેટ રાખવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં 102 ટકા પ્રથમ ડોઝ આપી દેવાયો છે જ્યારે બીજા ડોઝમાં 91 ટકા વસ્તીને આવરી લેવામાં આવી છે. 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરુ થયા બાદ અત્યાર સુધીમાં 90,000ના ટારગેટ સામે 79,000ને રસી આપી દેવામાં આવી છે.

ધોરાજીમાં કોરોનાના કેસો વધુ હોવા અંગે તેઓએ કહ્યું કે, ધોરાજીમાં લોકો રસી લેવા તૈયાર જ થયા ન હતા. થોડા સમય પૂર્વે ધોરાજીમાં ખાસ કેમ્પ કરવો પડયો હતો અને ચોક્કસ જ્ઞાતિઓના ધર્મગુરુઓને સાથે રાખીને સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ થોડી ઝડપ આવી હતી. બે મહિના પૂર્વે ધોરાજીમાં 30,000 લોકો રીસવિહોણા હતા તે સંખ્યા હવે 4,000ની થઇ છે. હજુ ધોરાજીમાં 90 ટકા જ રસીકરણ થયું છે. આ કારણથી જ ધોરાજીમાં કેસ વધુ હોવાનુંં મનાય છે.રાજકોટ જિલ્લામાં કુલ 163 ગામોમાં વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે.

બાડમેરના વતની દેવ ચૌધરી ફીટનેસના આગ્રહી : રનિંગ-સાયકલીંગ નિયમિત કરે છે
રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ફિટનેસના ખાસ આગ્રહી છે અને નિયમિત રીતે રમતગમતમાં સામેલ થાય છે. તેઓએ કહ્યું કે રાજકોટના લોકોની જીવનશૈલી મસ્ત છે. લોકો ફિટનેસ સહિતની બાબતોની પૂરતી કાળજી રાખે છે. પોતે પણ નિયમિત રીતે રનિંગ-વોકીંગ તથા સાયકલીંગ જેવી એક્વિટી કરે છે. ઉપરાંત અનેકવિધ રમતગમતનો શોખ ધરાવે છે.

નવા બિલ્ડીંગ પ્રોજેક્ટથી આત્મનિર્ભર બની શકાશે : નવી ડિઝાઈનને મંજૂરીની રાહ
પહેલા ખાલી જગ્યામાં બાંધકામ એટલે શીફટીંગની જરૂર નહીં રહે
રાજકોટ જિલ્લા પંચાયતનો નવો બિલ્ડીંગ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડિઝાઈન મોકલવામાં આવી હતી પરંતુ રાજકોટનું સંકુલ ઘણું વિશાળ હોવાથી તંત્ર દ્વારા વ્યક્તિગત રીતે નવી ડીઝાઈન તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરકારની એ માટે મંજૂરી લઇ લેવામાં આવી હતી. નવા બિલ્ડીંગ માટેની ડીઝાઈન તૈયાર થવા સાથે સરકાર મંજૂરી આપે એટલે નવા બિલ્ડીંગનું કામ શરુ કરી દેવાશે. તેઓએ મહત્વનો નિર્દેશ કર્યો હતો કે નવા બિલ્ડીંગનો પ્રોજેક્ટ સરુ કરવામાં આવે ત્યારે પણ વર્તમાન સ્ટાફ કે કોઇ કામગીરીના શિફટીંગની જરુર નહીં રહે કારણ કે વર્તમાન બિલ્ડીંગ બીજા તબક્કામાં તોડવામાં આવશે. પ્રથમ તબકકે પાછળની ખાલી જગ્યામાં ટાવર ઉભા કરવાની ગણતરી છે. એટલું જ નહીં આગળના ભાગમાં દુકાનો સહિત વ્યાપારી પ્રવૃતિ શક્ય હોવાથી તે પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ સંજોગોમાં જિલ્લા પંચાયતને કાયમી ધોરણે આવક થઇ શકે અને આત્મનિર્ભર બની શકે તેમ છે.


Related News

Loading...
Advertisement
Advertisement