અમેરિકામાં રેકોર્ડબ્રેક ફૂગાવો: 40 વર્ષમાં પહેલીવાર આવા દિવસો જોઈ રહ્યા છે અમેરિકનો

13 January 2022 04:50 PM
World
  • અમેરિકામાં રેકોર્ડબ્રેક ફૂગાવો: 40 વર્ષમાં પહેલીવાર આવા દિવસો જોઈ રહ્યા છે અમેરિકનો

એક વર્ષમાં મોંઘવારી દર 7 ટકા વધ્યો

નવીદિલ્હી, તા.13
અમેરિકા મોંઘવારીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. યુએસમાં ફૂગાવો ગયા મહિને લગભગ 40 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો. એક વર્ષ અગાઉની સરખામણીમાં મોંઘવારી દર 7 ટકા વધ્યો છે. યુએસમાં ફૂગાવો ગયા મહિને લગભગ 40 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો. એક વર્ષમાં મોંઘવારી દર 7 ટકા વધ્યો. ઘરનો ખર્ચ વધી ગયો છે. 2021 દરમિયાન કાર, ગેસ, ખાદ્ય પદાર્થો અને ફર્નિચરની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે.

આ દરમિયાન મહામારીની મંદીમાંથી બહાર આવીને અમેરિકનોએ ખર્ચમાં વધારો કર્યો. શ્રમ વિભાગે બુધવારે અહેવાલ આપ્યો હતો કે ફૂગાવાના માપદંડમાં જેમાં અસ્થિર ખોરાક અને ગેસના ભાવનો સમાવેશ થતો નથી. ડિસેમ્બરમાં 5.5 ટકા વધ્યો જે દાયકાઓમાં સૌથી વધુ છે. નવેમ્બરની સરખામણીમાં એક દર ફૂગાવો 0.5 ટકા વધ્યો, સપ્લાય ચેઈન સુધરતા ભાવ વૃધ્ધિ ધીમી પડી શકે છે પરંતુ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ કહે છે

કે ફૂગાવો ગમે ત્યારે જલ્દીથી મહામારી પહેલાના સ્તરે પાછો નહીં આવે. આઈએનજીના મુખ્ય આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે યુએસ ફૂગાવાના દબાણો હળવા થવાના કોઈ સંકેતો દેખાડી રહ્યા નથી. સંયુકત રાજ્ય અમેરિકાએ 1980ના દાયકાની શરૂઆતથી આવું કંઈ જોયું નથી ત્યારે વ્યાજદરો પીડાદાયક સ્તરે હતા બેન્કોના શ્રેષ્ઠ ગ્રાહકો માટેનો પ્રાઈમ રેટ 1980માં 20 ટકા સુધી પહોંચી ગયો હતો અને અર્થતંત્રમાં મંદીનો સામનો કરવો પડયો હતો પરંતુ યુએસમાં ફરીથી ફૂગાવો અંકુશમાં આવ્યો.

ઉંચા ફૂગાવાએ રાષ્ટ્રપતિ જો બાયડનને રક્ષણાત્મક તરફ ધકેલી દીધા છે. બાયડન અને કેટલાક કોંગ્રેસી ડેમોક્રેટ્સે ફૂગાવા માટે મોટા કોર્પોરેશનને દોષ આપવાનું શરૂ કર્યું છે, તે કહે છે કે માંસ ઉત્પાદકો અને અન્ય ઉદ્યોગો ભાવ અને નફો વધારવા માટે રોગચાળા પ્રેરિત અછતનો લાભ લઈ રહ્યા છે પરંતુ 19 યુરાપિયન દેશોમાં ફૂગાવો કે જેઓ પુરો ચલણનો ઉપયોગ કરે છે તે એક વર્ષ અગાઉની સરખામણીએ ડિસેમ્બરમાં પાંચ ટકા વધ્યો હતો, આ એક રેકોર્ડ વધારો છે.


Related News

Loading...
Advertisement
Advertisement