મકરસંક્રાંતિના દિને જીવદયા પ્રેમી કિશોરભાઈ કોરડીયાનો જીવદયા યજ્ઞ

13 January 2022 05:04 PM
Rajkot
  • મકરસંક્રાંતિના દિને જીવદયા પ્રેમી કિશોરભાઈ કોરડીયાનો જીવદયા યજ્ઞ

કિશોરભાઈ કોરડીયા સવારના 7 થી સાંજના 7 સુધી ધારેશ્વર મહાદેવ મંદિર સામે અન્નજળના ત્યાગ સાથે જીવદયાનો ફાળો સ્વીકારશે

રાજકોટ,તા.13
આગામી તા.14ના શુક્રવારે સવારે 9 વાગ્યા થી સાંજે 7 વાગ્યા દરમ્યાન ભકિતનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર સામે જીવદયાનો યજ્ઞ રાજકોટ મહાજન શ્રીની પાંજરાપોળની પહોચ 80 જી સર્ટી સાથે કીશોરભાઈ કોરડીયાએ 32 વર્ષથી ચાલુ કરેલી હોઈ તેમની જોળી છલકાવી દેવા જણાવાયું છે. તેમજ સંપુર્ણ રકમ બીજા દિવસે જ પાંજરાપોળના ઢોર માટે વપરાતી થશે.

આ માટે નામાંકીત વેપાર ઉદ્યોગના અગ્રણીઓ તેમજ જૈન સમાજના તથા વિવિધ જ્ઞાતિઓના પ્રમુખ તેમજ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિવિધ એસોસીએશનના પ્રમુખો તથા ઓ તેમજ ડેપ્યુટી મેયર કોર્પોરેશનના કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર રાજકીય, સામાજીક, અગ્રણીઓની છાવણીની મુલાકાત લેશે મકરસંક્રાંતિના દિને રાજકોટ મહાજન પાંજરાપોળના નામનો ચેક અથવા રોકડ રકમ આપીને આ ભવનુ સુંદર ભાથુ બાંધવા માટે જીવદયા પ્રેમી કિશોરભાઈ કોરડીયાએ દર્દભરી અપીલ તથા પ્રાર્થના કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement