પેલેસ રોડ પર જવેલર્સના 22 શોરૂમ બહારથી સાઇન બોર્ડ અને ઓટાના બાંધકામ દૂર કરાયા

13 January 2022 05:07 PM
Rajkot
  • પેલેસ રોડ પર જવેલર્સના 22 શોરૂમ બહારથી સાઇન બોર્ડ અને ઓટાના બાંધકામ દૂર કરાયા
  • પેલેસ રોડ પર જવેલર્સના 22 શોરૂમ બહારથી સાઇન બોર્ડ અને ઓટાના બાંધકામ દૂર કરાયા
  • પેલેસ રોડ પર જવેલર્સના 22 શોરૂમ બહારથી સાઇન બોર્ડ અને ઓટાના બાંધકામ દૂર કરાયા

ધમધમતા વિસ્તારમાં પાર્કિંગ પ્રશ્ર્ન હળવો કરવા ટીપી શાખાનું ઓપરેશન : 5700 ચો.મી. જગ્યા ખુલ્લી

રાજકોટ, તા. 13
મનપાના વન વીક, વન રોડ અભિયાન હેઠળ આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.7ના ધમધમતા પેલેસ રોડ પર દબાણ હટાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જેમાં જવેલર્સના રર શોરૂમ બહારથી સાઇન બોર્ડ અને ઓટલાના દબાણ હટાવાયા હતા.

જવેલર્સના શોરૂમથી ધમધમતા વિસ્તારમાં 22 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 5700 ચો. ફૂટ પાર્કિંગ, રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. ઓટા ઉપરાંત બોર્ડ પણ પાર્કિંગની જગ્યામાં રાખી દેવાયા હોય આ રોડ પર તે કારણે પણ વાહન પાર્કિંગ નહીં થઇ શકતા હોવાની ફરીયાદો હતી.

જે જે જગ્યાએથી બોર્ડ હટાવાયા તેમાં (1) લક્ષ્મી જ્વેલર્સ, (2) સોનલ જ્વેલર્સ, (3) રૂપ જ્વેલર્સ, (4) ધાર્મિક જ્વેલર્સ, (5) વ્રજેશ્વર જ્વેલર્સ, (6) ભુમી જ્વેલર્સ, (7) હર્ષદ જ્વેલર્સ, (8) શ્રી રાધે જ્વેલર્સ, (9) એફ. એમ. ચશ્માવાલા, (10) એમ. ખીમજી જ્વેલર્સ, (11) મણીદીપ જ્વેલર્સ, (12) વૃજલાલ ખુશાલદાસ જ્વેલર્સ, (13) સોહન જ્વેલર્સ, (14) બાલક્રિશ્ના જ્વેલર્સ, (15) શ્રી રામ જ્વેલર્સ, (16) રારા જ્વેલર્સ, (17) મનોજકુમાર ખુશાલદાસ જ્વેલર્સ, (18) જયંતભાઈ ખુશાલદાસ જ્વેલર્સ, (19) જયદીપ જ્વેલર્સ, (20) રાજશ્રુંગી કોમ્પ્લેક્ષ (ઓટો) (21) જીજ્ઞેશ જ્વેલર્સ અને (22) મધુરમ જ્વેલર્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સોલીડ વેસ્ટ શાખા દ્વારા પેલેસ રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી કરવા સબબ કુલ 3 આસામીઓ પાસેથી રૂ. 750, ઝબલાના ઉપયોગ બદલ કુલ 2 આસામીઓ પાસેથી રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો જયારે 3 સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ, 9 પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ, રબ્બીશ ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી.

પેલેસ રોડના ભગવતી સેન્ડવીચમાંથી સબ્જી અને શ્રીરામ ચીકીમાંથી લાડુના નમુના લેવાયા
પ્રધાનમંત્રી જનઔષધી સ્ટોર સહિત 9 ધંધાર્થીને લાયસન્સ અંગે નોટીસ
રાજકોટ, તા. 13
મનપાની જોઇન્ટ શાખાએ આજે વોર્ડ નં.7માં ડ્રાઇવ દરમ્યાન ખાણીપીણીના રર ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરી નમુના લેવા અને નોટીસ આપવાની કામગીરી કરી હતી. ટીમ દ્વારા પેલેસ રોડના ભગવતી સેન્ડવીચ એન્ડ પીઝા પાર્લરમાંથી પંજાબી સબ્જી વેજીટેબલ મખ્ખનવાલા અને શ્રી રામ ચીકી સેન્ટરમાંથી તલ ના લાડુ (લુઝ)નો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. જયારે (1) કોલકત્તા સ્નેક્સ (2) સોનુ પાન એન્ડ કોલ્ડ્રિંકસ (3) ઘનશ્યામ સ્ટોર્સ (4) સદગુરુ મેડિઝોન (5) પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર (6) શ્રી બજરંગ પાન હાઉસ (7) શ્રી મોમઇ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંકસ (8) અમૂલભાઇ ડાભી ટી સ્ટોલ (9) શિયા મેડિકલ સ્ટોરને લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત (10) શ્રી રામ વિજય ડેરી ફાર્મ (11) ભગવતિ સેન્ડવિચ એન્ડ પીઝા પાર્લર (12) ડી જે એન્ટરપ્રાઇઝ- ઝેપોલી બેકર્સ (13) ઓમ એન્ટરપ્રાઇઝ (મોંજિનિસ) (14) સંતોષ ડેરી ફાર્મ (15) ઠા. નાનજી જેઠાલાલ (16) ડી જે એન્ટરપ્રાઇઝ- ઝેપોલી બેકર્સ (17) સંતોષ ડેરી ફાર્મ (18)ખેતલા આપા ટી સ્ટોલ (19) ચામુંડા કોલ્ડ્રિંકસ (20) કેમડાઈઝ સ્ટોર્સ (20) કિશન મેડિકલ સ્ટોર્સ (22)મધુરમ મેડીકલ ની સ્થળ પર ચકાસણી કરેલ.


Related News

Loading...
Advertisement
Advertisement