કોરોનાની દવા-સાધન સામગ્રી ખરીદી માટે 6 આઈએએસ અધિકારીઓને સતા અપાઈ

13 January 2022 05:08 PM
Ahmedabad Gujarat
  • કોરોનાની દવા-સાધન સામગ્રી ખરીદી માટે 6 આઈએએસ અધિકારીઓને સતા અપાઈ

રાજયમાં ત્રીજી લહેરમાં વધતા કેસોને પગલે : મુખ્યમંત્રીએ સનદી અધિકારીઓની કમિટી બનાવી: અગાઉની સુવિધાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર યુધ્ધના ધોરણે સજ્જ

ગાંધીનગર,તા.13
રાજ્યમાં વધતા જતા કોરોના કેસના પગલે વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી દવાઓ અને જરૂરી સાધનસામગ્રી ની ખરીદી કરવાની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી માટે રાજ્યના છ આઈએએસ અધિકારીઓને ખરીદી કરવા માટેની તમામ સત્તાઓ આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના ના દૈનિક કેસોમાં હવે તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં સંક્રમિત કેસો ની સંખ્યા 10 હજાર નજીક પહોચતાં ખતરાની નિશાની દેખાતાં સરકારે પાણી પહેલા પાળ બંધવાની શરૂઆત કરી દીધી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના ની બીજી લહેર દરમિયાન દવાઓના કાળા બજાર અને ઊભી થયેલી અસુવિધાઓ અને અફરાતફરીનું પુનરાવર્તન થાય નહીં તે માટે અત્યારથી જ સરકારે યુદ્ધના ધોરણે દવા ,સાધન સામગ્રી સહિતની ચીજ વસ્તુઓ ની ખરીદી શરૂ કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કામગીરી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યના 6 આઈએએસ અધિકારીઓ ની ખાસ કમિટી બનાવી સ્વતંત્ર જવાબદારી સોંપી છે. જેમાં મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ પંકજ જોશી ને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે.

જ્યારે આરોગ્ય વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ , આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા , અને જી.એમ.એસ.સી.એલ ના એમડી પ્રભવ જોશીને સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સંભવિત ત્રીજી લહેરની આક્રમકતા જોતા આકમિટી એ તાત્કાલીક રેમડેસિવર ઇન્જેક્શન ના જથ્થા સહિત તમામ અનુસંગિક દવા સાધનોની ખરીદી કરવા માટે ના ઓર્ડર આપી દીધા હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે. કરવા માટેની તમામ સત્તાઓ સોંપી છે. એટલું જ નહીં આ કમિટી ઝડપી ખરીદી કરી શકે અને તે માટે આ કમિટી ટેન્ડર પ્રક્રિયા કે પછી ખરીદી માટે નક્કી કરેલી પ્રક્રિયા ને અનુસર્યા વિના ડાયરેકટ જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકશે. તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement