મકરસંક્રાંતિએ પતંગ પ્રેમીઓ બાળકો સહિત પ્રકૃતિનું પણ ધ્યાન રાખે: પરસોત્તમ રૂપાલા

13 January 2022 05:09 PM
Rajkot
  • મકરસંક્રાંતિએ પતંગ પ્રેમીઓ બાળકો સહિત પ્રકૃતિનું પણ ધ્યાન રાખે: પરસોત્તમ રૂપાલા
  • મકરસંક્રાંતિએ પતંગ પ્રેમીઓ બાળકો સહિત પ્રકૃતિનું પણ ધ્યાન રાખે: પરસોત્તમ રૂપાલા

કેન્દ્રીય મંત્રીએ ‘પક્ષી બચાવો’ ક્ધટ્રોલ રૂમની મુલાકાત લીધી

રાજકોટ,તા.13
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ ચગાવવામાં અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા "કરુણા અભિયાન સપ્તાહ” અંતર્ગત તેઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે પૂર્વાયોજન કરવામાં આવે છે.

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એનિમલ હેલ્પ લાઈન દ્વારા શરુ કરાયેલા કંટ્રોલ રૂમની પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લઈ કરવામાં આવેલી વ્યવસ્થાની જાણકારી મેળવી જણાવ્યું હતું કે, રાજકોટથી શરુ થયેલ કરુણા અભિયાન આજે સમગ્ર ભારતમાં રોલ મોડેલ બની ચૂક્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અબોલ પશુ પંખીઓ પ્રત્યે કરુણા દર્શાવી રાજ્ય સરકારની સાથોસાથ સમગ્ર ભારતમાં પશુ એમ્બ્યુલન્સ ફાળવવાનો પ્રારંભ કર્યો છે. પશુઓને વેક્સિનેશન સહીત જરૂરી સારવાર્થે એક હજાર કરોડનું ફંડ ફાળવ્યું છે. મંત્રીએ પતંગ ચગાવનાર લોકોને ખાસ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, પતંગ ઉડાડતી વખતે બાળકો સહિત પ્રકૃતિનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવારે તેમજ સાંજે પંખીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવી ન જોઈએ,

જેથી કરી પંખીઓ પતંગની દોરમાં ઘાયલ ન થાય. આમ છતાં ઘાયલ પંખીઓ માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ શકે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.સાંસદ રામભાઈ મોકરિયા તથા કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ત્રિકોણબાગ સ્થિત સેન્ટર ખાતે રાજકોટ, જૂનાગઢ, આનંદ સહિતના સેન્ટરથી ડોક્ટરની ટીમ સેવાર્થે હાલ ઉપલબ્ધ છે. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ ઘાયલ કબૂતરની સારવાર નિહાળી હતી.

આ પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડી.સી.એફ. રવિ પ્રસાદ, કરુણા ફાઉન્ડેશનના સર્વે મિલનભાઈ ખેતાણી, ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ કક્કડ, ઘનશ્યામભાઈ ઠક્કર, પ્રતિકભાઇ સાંગાણી, યોગેશ પાંચાણી, મનીષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement