રાધેશ્યામ ગૌશાળા દ્વારા બટુક ભોજન તથા મહાપ્રસાદ: દાન માટે અપીલ

13 January 2022 05:10 PM
Rajkot
  • રાધેશ્યામ ગૌશાળા દ્વારા બટુક ભોજન તથા મહાપ્રસાદ: દાન માટે અપીલ

મકરસંક્રાંતિના પુણ્યપર્વ નિમિતે

રાજકોટ,તા.12
રાધેશ્યામ ગૌ શાળાને વીસ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે તેના આનંદમાં ખૂબ જ મોટો મહોત્સવ ઉજવવામાં આવે છે, ગૌ શાળામાં 430 ગૌ માતાઓ આવેલી છે. ભક્તોને લુલી, લંગડી, રખડતી અને ભટકતી ગાય માતા માટે લીલા-સુકા ઘાસચારાની ખાસ જરૂર હોય આ લોકડાઉનમાં ખર્ચ ખૂબ જ આવેલ છે. ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો છે. તો દાતા ઓને ગૌ શાળાએ આવી એકવાર ખાસ મુલાકાત લેવા અપીલ કરી છે.

મકરસંક્રાંતિના દિવસે ગૌ શાળાએ ગાય માતાનું પૂજન અર્ચન તથા પરિક્રમા કરીને પુણ્યના ભાગ્યશાળી બની શકાશે. હરિદ્વાર ભૂલી જાવ તેવી ગૌ શાળા છે.દરરોજ ગૌ શાળામાં આજુબાજુનાં ઝુંપડપટ્ટીના 500 થી 700 બાળકોને બટુક ભોજન આપવામાં આવે છે. બાળકોને બટુક ભોજન કરાવવાની કોઈપણ દાતા ઓને જરૂર હોય તો ગૌ શાળાનો મો. 92283 53780 મો. 96015 20855,હિતેષભાઈ મહેશભાઈ મો. 95377 31181 સંપર્ક કરવો. તા. 14ને શુક્રવારના મકર સંક્રાંતિના દિવસે બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. રાધેશ્યામ ગૌ શાળા દ્વારા 26 જાન્યુઆરી, 2022ના મહા આયોજનમાં બાળાઓનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેની તૈયારી મોહનભાઈ ગોહેલ તેમજ સંગીતાબેન દેવીપૂજક જહેમત ઉઠાવી રહ્યા છે.

જનકલ્યાણ સેવા ટ્રસ્ટ:-
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 163 ચક્ષુદાન તથા 15 દેહદાન કરેલ છે. આ માનવસેવાના કાર્યમાં આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા મકરસંક્રાંતિએ અનુમાન સ્વીકારવાનું ચાલુ કરેલ છે. ફોન કરવાથી આપના ઘરે, ઓફિસેથી પણ દાનનું કલેકશન કરી પહોંચ પહોંચાડીશું. પે.ટી.એમ દ્વારા 9428506011 થી પણ જમા થઈ શકે છે.

ટ્રસ્ટમાં આવેલ ડોનેશન 80 જી.આઈ.ટી.માં 50 ટકા બાદ પાત્ર છે. તેમનો ઉમેશ મહેતા (ચેરમેન) 9428506011 અથવા રૂબરૂ જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે 10, કાંતિ પ્રકાશ, પૂનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ સાંજે 5 થી 7 દરમિયાન જમાં કરાવી શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement