કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરની 3 દુકાનો સીલ

13 January 2022 05:13 PM
Rajkot
  • કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરની 3 દુકાનો સીલ

ટેકસ વિભાગે આજે વધુ 3 મિલ્કત સીલ કરી 67ને જપ્તી નોટીસ ફટકારી : ર6 લાખની આવક

રાજકોટ, તા. 13
મનપાની ટેકસ બ્રાન્ચની રીકવરી ઝુંબેશમાં આજે 3 મિલ્કતો સીલ કરીને વધુ 67 પ્રોપર્ટીને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે. આજે સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મિલ્કતને સીલ, સાતને ડિમાન્ડ નોટીસ, 57ને ટાંચ જપ્તી, વેસ્ટ ઝોનમાં 4 જપ્તી અને ઇસ્ટ ઝોનમાં 3 જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. આજે વોર્ડ નં.રમાં 3, વોર્ડ નં.3માં 8, વોર્ડ નં.14માં 14, વોર્ડ નં.17માં 10 મિલ્કતને જપ્તી નોટીસ અપાઇ હતી તો વોર્ડ નં.7ના કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરની 3 દુકાનને બાકી લેણા માટે સીલ મારી દેવામાં આવતા વેપારી વિસ્તારમાં ફફડાટ મચ્યો હતો. આજે એરપોર્ટ રોડ, પુષ્કરધામ રોડ, પુનીતનગરના કારખાના, ભકિતનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ પર રીકવરી કાર્યવાહી કરાતા કુલ 26.15 લાખની આવક બપોર સુધીમાં થઇ હતી. આ કામગીરી આસી. કમિશ્નરોના માર્ગદર્શન હેઠળ રીકવરી સેલ કરી રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement