મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઇનને અનુદાન આપવા અપીલ

13 January 2022 05:16 PM
Rajkot
  • મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઇનને અનુદાન આપવા અપીલ

રાજકોટ,તા.13
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નિરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે,આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓનેખાવાપીવાનો પણ અભાવ છે. અજાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ પક્ષીઓનું હરતું ફરતું અન્ન્ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થાએ આ આ પ્રકારના બીજા અનેકો અન્નક્ષેત્રો ચાલ કરવાની અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બન્યા. સંસ્થાની 18 વર્ષની સેવા યાત્રાની સફળતામાં સંસ્થાના કર્મયોગી ડોકટર્સ તેમજ અન્ય 40 જેટલા કર્મયોગી કર્મચારીઓની રાત દિનની જહેમત પણ રંગ લાવી છે.

વેરાવળ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર,મહુવા, ચોટીલા, ભાવનગર, દ્વારકા, થાન, મોરબી, વેરાવળ સહિતના શહેરોમાં એનીમલ હેલ્પલાઇન શુભારંભ કરવામાં સંસ્થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવો સંસ્થાનું ધ્યેય છે.

અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થાને કોઇ કાયમી ભંડોળ નથી કે કોઇ નીયમીત આવકનું સાધન નથી. સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતિના હિસાબે, ગૌ સેવા જીવદયા પ્રવૃતિઓને નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી(મો.98242 21999) પ્રતિક સંઘાણી (મો.99980 30393) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. વાર્ષીક બે કરોડના માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (animalhelpline.in)ની મુલાકાત લેવા વિનંતી કરાઇ છે.

સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે. વેબસાઇટ પર ઓનલાઇન ડોનેશન કરાઇ છે. જે ધંધાના સ્થળે/ઘરે મુકી યથાશકિત અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણીનો સંપર્ક કરવો. મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજાનીશભાઇ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement