બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી: દાન માટે નમ્ર અપીલ

13 January 2022 05:18 PM
Rajkot
  • બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી: દાન માટે નમ્ર અપીલ

* છેલ્લા 32 વર્ષથી માનવ સેવા એજ પ્રભુ સેવા તથા જીવદયા પરમો ધર્મને ચરિતાર્થ કરતી સંસ્થા

* દરેક છાવણીપર પ્રથમ 50 ડોનરને કંપનીનું માસ્ક નિ:શુલ્ક અપાશે: જયેશ ઉપાધ્યાય

રાજકોટ,તા.12
છેલ્લા બત્રીસ વર્ષથી માનવ સેવા એજ પ્રભુસેવા તેમજ જીવદયા પરમો ધર્મ ને ચરિતાર્થ કરતી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાક્ષેત્રની ઉજ્જવળ પરંપરા સાથે સંસ્થા છેવાડાના જરૂરમંદ માનવીઓને, વંચિતો તેમજ પાગલ અને નિરાધાર દરીદ્રનારાયણોને એક પણ દિવસના વિરામ વિના હરતુ-ફરતું અન્નક્ષેત્રના માધ્યમથી દૈનિક 1500 કરતા અધિક વ્યકિતઓના જઠરાગ્ની તૃપ્ત કરીને અનોખી સેવા કરી રહી છે. કુદરતની ક્રુર મજાકની થપ્પડ ખાધેલ આવા હતભાગી આપણા જ બાંધવો આપણી વચ્ચે ગરીબી અને ભુખમરાની યાતના સહેતા આવા લોકોની બન્ને ટાઈમ અલગ-અલગ પ્રકારના નિત્ય નવા ભોજન પીરસીને સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે.

જેના માસિક ખર્ચ 10 થી 15 લાખ કરતા પણ વધુ થઈ રહ્યો છે. સંસ્થાએ રજત જયંતિ વર્ષ નિમિતે અણમોલ સેવા યોજના અન્નપુર્ણા હેલ્પલાઈન દ્વારા અંતરીયાળ રસ્તા પર રહેલા દરીદ્રનારાયણો માટે યોજના બનાવીને દસ જેટલાં સ્કુટરો દ્વારા શેરી ગલીમાં પહોંચીને સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે.

ભૂખ્યાને ભોજન ઉપરાંત સંસ્થા જીવદયા પરમોધર્મ સૂત્રને સાર્થક કરતા કીડીને કણ અને હાથી મણ ઉકિત અનુસાર જીવદયા રથ મારફત ગૌસેવા,અબોલ પશુ-પક્ષીઓ, જલચર,સ્થલચર તેમજ ગગન ગામીઓ માટે પણ એટલી જ કાળજી લઈ રહી છે. સંસ્થાના આવા અનેક મેગા પ્રોજેકટના બહોળા ખર્ચને પહોંચી વળવા તેમજ લોકલક્ષી પ્રોજેકટો કાયમી ધોરણે કાર્યન્વિત રાખવાના હેતુસર સ્વયંસેવકો વિવિધના પુણ્ય પાવન પ્રસંગે શહેર જુદા-જુદા વિસ્તારોમાં ટ્રસ્ટના ઋષિ-મુુનિ સમાન અગનિષ્ઠાવાળા સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં સેવાની ધુણી સમાન છાવણીમાં બેસીને સમાજના ભામાશા સમાન દાતાઓ પોતે અઅનુદાન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેનો સમાજ તરફથી હરસાલ સુંદર પ્રતિભાવ પણ મળે છે.

તા.14/1ના કાર્યકર્તાઓ જુદા-જુદા સ્થળે છાવણીમાં બેસીને ચાલતા સેવા અભિયાન માટે અનુદાન એકત્રિત કરશે. જેમાં સમાજના દરેક વર્ગ, સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ સેવકો, તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સાથ સહકાર આપશે તેવી અપેક્ષા ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયે વ્યકત કરી છે. અને આશા વ્યકત કરી છે કે દાતાઓ રોકડ રકમ અથવા વસ્તુદાન રૂપે બોલબાલા ટ્રસ્ટની ઝોળી છલકાવીને માનવ સેવાના મહાયજ્ઞમાં ઉદારતાથી હાથ લંબાવશે.

બોલબાલ ટ્રસ્ટની દરેક છાવણી પર પ્રથમ 50 ડોનરને કંપનીનું માસ્ક નિ:શુલ્ક આપવામાં આવશે કુલ 50 હજાર માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરાશે તેમ બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે જણાવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement