આવતીકાલે મકરસંક્રાંતિ : શનિદોષથી મુકિત મેળવવાની અમુલ્ય તક

13 January 2022 05:22 PM
Dharmik
  • આવતીકાલે મકરસંક્રાંતિ : શનિદોષથી મુકિત મેળવવાની અમુલ્ય તક

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉપાસનાનું મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પ્રયાણ કરે છે.

પૌરાણીક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘેર જાય છે. એટલા માટે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની આરાધનાની સાથે શનિદેવની આરાધના કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાંતિના દિવસે જો શનિદેવની પૂજા પુરા વિધિ વિધાન સાથે કરે અને તેને સંબંધિત વસ્તુઓનું દાન કરે તો શનિ દોષથી મુકિત મળે છે.

આ વખતે મકરસંક્રાંતિનું પર્વ તા. 14 જાન્યુ.ના શુક્રવારે મનાવવામાં આવશે. કાલે સૂર્ય બપોરે 2.28 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિને લઇને અનેક શ્રધ્ધાળુઓમાં ઉહાપોહની સ્થિતિ છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ 14મી જાન્યુ.ના મનાવવામાં આવે છે. જોકે આ વખતે મકરસંક્રાંતિનો પુણ્યકાળ તા. 14ના બપોરે 2.28 મીનીટથી શરૂ થઇ રહ્યો છે. એવામાં ઉદયતિથિથી માનનારા શ્રધ્ધાળુ તા. 15 જાન્યુ.ના શનિવારે મનાવશે.

શનિદોષ મુકિત માટે શું કરશો ?
મકરસંક્રાંતિના સ્નાન કર્યા બાદ જળમાં કાળ તલ મેળવીને સૂર્યદેવને અર્પિત કરવા ત્યારપછી શનિદેવની પૂજા કરવી. પૂજામાં કાળા તલ અર્પિત કરવા. પૂજા કર્યા પછી ગરીબ, જરૂરતમંદ લોકોને સરસવનું તેલ, કાળા તલ, તલના લાડુ, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવું. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તેમના આશિર્વાદ મળશે. મકરસંક્રાંતિના દિવસે ચોખા અને અડદના દાનનું વિશેષ મહત્વ છે.

એક મહિના સુધી સૂર્ય કરે છે પુત્રના ઘેર નિવાસ. સૂર્ય ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ થવાના કારણે જ આ દિવસ મકરસંક્રાંતિના રૂપમાં મનાવવામાં આવે છે. સાથે આ દિવસથી સૂર્ય દક્ષિણાયનથી ઉતરાયણ થાય છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે અને પૌરાણિક માન્યતાને અનુસાર સૂર્યદેવે શનિદેવને મકર ઉપહાર સ્વરૂપે આપેલ છે. માન્યતા છે કે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને તેના ઘેર મકરસંક્રાંતિના દિવસે મળે છે અને ત્યાં લગભગ એક મહિનો રહે છે.

શાસ્ત્રો અનુસાર જયારે સૂર્યગ્રહ પ્રથમવાર શનિદેવને મળવા તેના ઘેર ગયા હતા. ત્યારે તેણે પોતાના પિતાનું કાળા તલથી સ્વાગત કર્યુ હતું. સૂર્યદેવ તેની આગતા-સ્વાગતાથી પ્રસન્ન થયા હતા. સૂર્યદેવે શનિદેવને આશિર્વાદ આપ્યા કે તેનું ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement