ભાજપના વધુ એક ધારાસભ્યનું રાજીનામું : હવે રીટા બહુગુણાએ પુત્ર માટે ટીકીટનો ધોકો પછાડયો

13 January 2022 05:32 PM
India Politics
  • ભાજપના વધુ એક ધારાસભ્યનું રાજીનામું : હવે રીટા બહુગુણાએ પુત્ર માટે ટીકીટનો ધોકો પછાડયો

મૌર્યની સાથે વધુ એક પછાત વર્ગના ધારાસભ્ય ગયા : પક્ષના મહિલા સાંસદે મોવડીમંડળને દબાણમાં લાવ્યું

નવી દિલ્હી : ઉતરપ્રદેશમાં ભાજપમાંથી પલાયન ચાલુ જ રહ્યું છે અને હવે પક્ષના સાતમાં ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ હવે સ્વામી પ્રસાદ મૌર્યની સાથે જોડાઈ જશે. તેઓએ પણ પોતાના પત્રમાં દલીતો અને પીડિતો માટે ભાજપે ઉપેક્ષા જ કરી હોવાનું જણાવ્યું છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ભાજપના અત્યાર સુધીમાં 12 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે

જેમાં બદાયુના રાધાક્રિષ્ન શર્મા, સીતાપુરના રાકેશ રાઠોડ, બહરાઈચના માધુરી વર્મા, સંત કબીરનગરના જય ચૌબે, કેબીનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય, બિલ્હોર કાનપુરના ભગવતી સાગર, બ્રિજેશ પ્રજાપતિ, રોશનલાલ વર્મા, વિનય સાક્ય, રાષ્ટ્રીય લોકદળામાં જોડાયેલા અવતારસિંહ ભડ, દારાસિંહ તથા મુકેશ વર્માનો સમાવેશ થાય છે.બીજી બાજુ હવે ભાજપ મોવડી મંડળ પર ટીકીટ માટેનું દબાણ વધ્યું છે

જેમાં અગાઉ કોંગ્રેસમાં રહી ચૂકેલા અને હાલ ભાજપના સાંસદ રીટા બહુગુણાએ પોતે 72 વર્ષના થયા હોવાથી હવેની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરીને તેમના પુત્ર માટે ટીકીટ માગી છે. તેઓએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે હું ભવિષ્યની ચૂંટણી લડવા માગતી નથી પરંતુ તેઓએ લખનૌ કેન્ટ.થી તેમના પુત્ર માટે ટીકીટની માગણી કરી છે અને માનવામાં આવે છે કે જો તેઓને ભાજપ ટીકીટ નહીં આપે તો કદાચ સમાજવાદી પક્ષમાંથી તેમનો પુત્ર લડી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement