યુપીના ભાજપના સાથી પક્ષ તરીકે અપના દળ અને નિશાદ પાર્ટી ફાઈનલ

13 January 2022 05:35 PM
India Politics
  • યુપીના ભાજપના સાથી પક્ષ તરીકે અપના દળ અને નિશાદ પાર્ટી ફાઈનલ

લખનૌ : ઉતરપ્રદેશમાં ભાજપે તેના બે સાથી પક્ષ નક્કી કરી લીધા છે. ગઇકાલે દિલ્હીમાં અપના દળના અધ્યક્ષ અનુપ્રિયા પટેલ અને નિશાદ પાર્ટીનાં સંજય નિશાદ તથા તેમના પુત્ર પ્રવિણ નિશાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને સમજુતી ફાઈનલ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા મુજબ અપનાદળમાં અનુપ્રિયા પટેલના પક્ષને બુંદેલખંડમાંથી છ સહિત લગભગ 20થી 22 બેઠકો મળશે જ્યારે સંજય નિશાદના પક્ષને 10 બેઠકોની ઓફર થઇ છે પરંતુ તેમાં એકાદ-બે બેઠક વધી-ઘટી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement