કાલે બેરોજગારી-ભ્રષ્ટાચાર-ભરતી લાગવગનો પતંગ ચગાવશે યુવરાજસિંહ

13 January 2022 05:35 PM
Ahmedabad Gujarat
  • કાલે બેરોજગારી-ભ્રષ્ટાચાર-ભરતી લાગવગનો પતંગ ચગાવશે યુવરાજસિંહ

આરએસએસના વડા મોહન ભાગવતથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ભ્રષ્ટાચારની રજૂઆત કરશે

ગાંધીનગર.
રાજ્યમાં સરકારી ભરતીઓમાં થતાં ભ્રષ્ટાચાર અને લાગવગ શાહીના કિસ્સાઓને ઉજાગર કરવા યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ આવતીકાલ એટલે કે 14 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી દરમ્યાન ગુજરાત મોડેલની વાસ્તવિકતા અને યુવાનોની વ્યથા રજૂ કરવા શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો આપતાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, 14મી તારીખે (આવતીકાલે) બેરોજગાર યુવાનો પતંગ ઉપર વિવિધ સ્લોગનો અને સિમ્બોલ પ્રદર્શિત કરી પતંગ ઉડાડીને અનોખો વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ 15મી જાન્યુઆરીના દિવસે શિક્ષિત બેરોજગાર યુવાનોના પરિવાર 30 મિનિટ સુધી રામધૂન કરી સરકારને ઢંઢોળશે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને તમામ શિક્ષિત બેરોજગાર યુવાનો પોસ્ટ કાર્ડ લખી ગુજરાતના વાસ્તવિક મોડલને ઉજાગર કરશે.

આ ઉપરાંત એક કાર્યક્રમમાં પંચાયત થી પાર્લામેન્ટ સુધીના તમામ પક્ષના જન પ્રતિનિધિ ઓનો સીધો સંપર્ક કરવામાં આવશે. સાથે સાથે સંતો-મહંતો સામાજિક, રાજકીય અને ધાર્મિક સંગઠનો ના આગેવાનો અને મોભી સાથે બેરોજગાર યુવાનો મુલાકાત કરશે અને તેમની વ્યથા રજુ કરી આ ચળવળ હેઠળ તેમનું માર્ગદર્શન અને સહકાર માગવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આર. એસ.એસના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન અને રૂબરૂ મુલાકાત કરીને સરકારી ભરતીઓ માં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ના પુરાવા આપવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.

અને આ માટે વડાપ્રધાન તેમજ મોહનભાગવતજી નો અનુકૂળ સમય માંગવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ તેમજ રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી ની પણ રૂબરૂ મુલાકાતનો સમય માંગ્યો છે. ત્યારે આ અંગે તેમને પણ ગુજરાત મોડલની વાસ્તવિકવ્યથા યુવા અધિકાર ન્યાય ચળવળ ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement