હોટસ્પ્રીંગથી ચીની સેના પરત જશે પણ ખતરો યથાવત

13 January 2022 05:36 PM
India World
  • હોટસ્પ્રીંગથી ચીની સેના પરત જશે પણ ખતરો યથાવત

* બન્ને દેશોના કોર કમાન્ડની બેઠકમાં પ્રાથમીક સમજુતી

* સૈનિકો પરત ગયા છે, ચાઈનીસ ઈન્ફ્રાસ્ટ્રકચર હટાવે તે જરૂરી: સૈન્ય વડા નરવણેની સાફ વાત: ભારત-ચીનના સૈનિકોની તૈનાતી યથાવત રહેશે: વધુ પોઈન્ટ પર તનાવ ઘટાડવામાં સહમતી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સિમા વિવાદ વચ્ચે તનાવ ઘટાડવાના એક પગલામાં બન્ને દેશોના કોર-કમાન્ડરની બેઠકમાં ‘હોટ-સ્પ્રીંગ’ તરીકે ઓળખાતા ક્ષેત્રને ફરી ડીસ-એંગેજમેન્ટ એટલે કે બન્ને દેશના સૈન્ય પાછા ખેંચાઈ જાય તે સમજાવી શકે છે. પુર્વીય લદાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પરના આ ક્ષેત્રમાં ગઈકાલે બપોરે બન્ને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે કોર કમાન્ડર સ્તરની 14મી બેઠક યોજાઈ હતી અને હાલ હોટ-સ્પ્રીંગ એરીયા સૈન્ય મુક્ત કરવા બન્ને દેશોએ સમજુતી કરી છે અને હવેની બેઠકમાં અન્ય જે પોઈન્ટ પર બન્ને દેશોના સૈન્ય વચ્ચે તનાવની સ્થિતિ છે તે ઘટાડવાની ચર્ચા થશે.

ભારત અને ચીન વચ્ચે 2020થી જ સરહદી તનાવ શરુ થયો હતો. ચીન તેના ગેરકાનુની કબ્જામાં રહેલા અનેક ક્ષેત્રોમાં લશ્કરી તથા નાગરિક બાંધકામ, પુલો, બેકર્સ વિ.નું નિર્માણ કરીને તેની પોઝીશન મજબૂત બનાવી રહ્યું છે. બીજી તરફ આ સીધા સમજાવીને હજુ પ્રથમ અને અત્યંત પ્રાથમીક કદમ ગણાવતા ભારતીય સેનાના વડા એમ.એમ.નરવણે એ જણાવ્યું કે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર ભલે સૈનિકોની વાપસી થઈ છે પણ ખતરો ઘટયો નથી.

જો યુદ્ધની સ્થિતિ આવશે તો ભારતીય સેનાનો જ વિજય થશે. તેઓએ કહ્યું કે બન્ને તરફથી સૈનિકોની તૈનાતી લગભગ અગાઉની સ્થિતિમાં જ છે. ગત વર્ષ પછી ભારત વધુ સજાગ બની ગયું છે. અમો ચીન સાથે વાતચીત ચાલુ રાખી રહ્યા છીએ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે પુરતી તૈયારી છે.

આપણે 25000 વધુ સૈનિકોને તૈનાત કરી શકાય તેવી માળખાકીય સુવિધા ઉભી કરી લીધી છે. ચીને પણ ખૂબ જ માળખાકીય સુવિધા ઉભી કરી છે અને હવે જોવાનું છે કે ચીન તેને કાયમી રાખે છે કે પછી હટાવે છે. ભારત તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement