યોગીએ શા માટે મથુરાના બદલે અયોધ્યા પસંદ કર્યું ?

13 January 2022 05:37 PM
India Politics
  • યોગીએ શા માટે મથુરાના બદલે અયોધ્યા પસંદ કર્યું ?

મથુરા મુદો 2024 માટે અનામત રખાયો હોવાનો પણ સંકેત

લખનૌ,તા. 13
ગઇકાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે તેવા સંકેત અપાતા જ અગાઉ તેઓ મથુરા કે ગોરખપુરમાંથી ચૂંટણી લડી શકે છે તેવા સંકેતો વચ્ચે ભગવાન રામની રાજધાની પસંદ કરી છે તેના પાછળના કારણોમાં પક્ષના સુત્રો કહે છે કે મથુરાએ યોગી માટે જોખમી બેઠક બની શકે છે. અહીં મોટાભાગના મતદારો વૈશ્ય અને બ્રાહ્મણ છે અને તેઓ ઠાકુર સમુદાયના યોગી આદિત્યનાથને પસંદ કરશે કે કેમ તે પ્રશ્ન છે ઉપરાંત 2012ની ચૂંટણીમાં મથુરાની તમામ ચાર બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો

જો કે 2017માં ભાજપે તમામ બેઠકો જીતી હતી પરંતુ તે સમયે મોદીનો કરિશ્મા હતા. યોગીનું નામ પણ ન હતું. જ્યારે અયોધ્યામાં કેટલાક સમયથી મુખ્યમંત્રી કાર્યાલયના બે ખાસ ફરજ પરના અધિકારીઓ કેમ્પ કરીને બેઠા છે. યોગી તેમના શાસન દરમિયાન 32 વખત અયોધ્યા જઇ આવ્યા છે એટલું જ નહીં તેઓ અહીં આવે છે ત્યારે દર વખતે 40 થી 50 મઠાધિકારીઓને મળે છે અને તેમની સાથે ભોજન કે નાસ્તો કરે છે. મથુરા મત વિસ્તાર એ જાટ વર્ચસ્વવાળો વિસ્તાર છે જ્યાં સપા અને આરએનડીનું ગઠબંધન હશે. ગોરખપુર એ યોગીની ભૂમિ હોવા છતાં પણ અહીં સંસદીય પેટાચૂંટણી ભાજપે ગુમાવી હતી અને તેથી યોગી જોખમ લેતા નથી.


Related News

Loading...
Advertisement
Advertisement