મલાઈકા સાથે બ્રેકઅપની ખબરોને લઈને અર્જુને કહ્યું- આ બધી અફવા

13 January 2022 05:38 PM
Entertainment India
  • મલાઈકા સાથે બ્રેકઅપની ખબરોને લઈને અર્જુને કહ્યું- આ બધી અફવા

મલાઈકા અરોરા સાથેની તસવીરો શેર કરી

મુંબઈ: મલાઈકા આરોરા અને અર્જુન કપૂર વચ્ચે વયનો મોટો ગેપ હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશિપમાં છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ છે કે બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. એક ઓનલાઈન રિપોર્ટમાં જાહેર થયું છે કે બન્ને વચ્ચે હાલ બધું બરાબર નથી.

એક રિપોર્ટ છે કે બ્રેકઅપના દુ:ખથી મલાઈકા છેલ્લા 6 દિવસથી ઘરની બહાર નથી નીકળી, પણ જેવી આ વાત અર્જુન કપૂર પાસે પહોંચી તો તેણે સ્પષ્ટતા કરી ઈન્સ્ટાગ્રામમાં મલાઈકા સાથેની તસવીર શેર કરી લખ્યું- અફવાઓને કોઈ જગ્યા નથી.

આ વાત અફવા એટલા માટે સાબીત થઈ કે બન્ને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ત્રણ દિવસ પહેલાં જ મલાઈકાએ અર્જુન કપૂરની ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટને લાઈક કરી હતી. અફવા એવી પણ હતી કે બન્નેએ નવું વર્ષ અને ક્રિસમસ સાથે નહોતું ઉજવ્યું પરંતુ કપલે માલદીવમાં ગાળેલી રજાની તસવીરો શેર કરીને અફવાનું ખંડન કરેલું.


Related News

Loading...
Advertisement
Advertisement