શશી કપૂર સાથેની તસવીર શેર કરી અમિતાભ બચ્ચન ભાવૂક થયા

13 January 2022 05:39 PM
Entertainment India
  • શશી કપૂર સાથેની તસવીર શેર કરી અમિતાભ બચ્ચન ભાવૂક થયા

જમાના બીત ગયા... ના જાને કિતની ફિલ્મે કી સાથે મે: બચ્ચન

મુંબઈ: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તાજેતરમાં નોસ્ટેલ્જિક (ભૂતકાળની યાદો) મૂડમાં દેખાયા હતા. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શશી કપૂર સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું- જમાના બીત ગયા...ના જાને કિતની ફિલ્મોં કી સાથ મેં તસવીર ‘કભી કભી’ ફિલ્મની છે જેમાં તે શશી કપૂરની સાથે દેખાઈ રહ્યા છે.

આ ભાવૂક પોસ્ટ જોઈ ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પ્રતિક્રિયા લખી છે- એકટર રોહિતે લખ્યું- સદાને માટે શ્રેષ્ઠ જોડી, એક ફેન્સે લખ્યું- ઓલ્ડ ઈઝ ગોલ્ડ. અમિતાભ બચ્ચન અને શશી કપૂરે ‘કભી કભી’ ઉપરાંત ‘રોટી કપડા ઔર મકાન’, ‘દીવાર’, ‘કાલા પથ્થર’, ‘સિલસિલા’ સહિતની અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, શશી કપૂરનું 2017માં 79 વર્ષની વયે નિધન થયું હતું. અમિતાભ બચ્ચન હાલ નીના ગુપ્તા સાથે ‘ગૂડબાય’, રણબીર કપૂર-આલિયા સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement