સંજય દત્ત ‘કેજીએફ-2’માં સ્ટંટ દૃશ્યો ખુદ ભજવશે

13 January 2022 05:41 PM
Entertainment India
  • સંજય દત્ત ‘કેજીએફ-2’માં સ્ટંટ દૃશ્યો ખુદ ભજવશે

બિમારીમાંથી સ્વસ્થ થઈ સેટ પર પાછા ફરેલા સંજયે બોડી ડબલનો ઈનકાર કર્યો

મુંબઈ: જે ફિલ્મની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ‘કેજીએફ-2’નું શૂટિંગ સંજય દત્તે શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલન અધીરાની ભૂમિકા ભજવે છે. હાલ આ ફિલ્મના ફાઈનલ શિડયુલ અને કલાઈમેકસના દૃશ્યોનું શૂટિંગ થનાર છે.

એવા સમાચાર છે કે આ ફિલ્મમાં સંજય દત્ત સ્ટંટ દૃશ્યોનું ખુદ શૂટિંગ કરશે, બોડી ડબલનો ઉપયોગ નહીં કરે. રિપોર્ટ મુજબ ફિલ્મના બીજા પાર્ટમાં કોલસાની ખાણમાં પરાકાષ્ઠાના દૃશ્યોમાં ખુબ જ એકશન છે. એકશન-સ્ટંટ દૃશ્યમાં સંજય દત્તને બોડી ડબલની ઓફર થઈ હતી પણ તે તેણે ઠૂકરાવી હતી.

સંજય દત્ત હાલમાં જ બિમારીમાંથી સ્વસ્ત થયો છે અને ફિલ્મમાં એકશન દૃશ્યમાં પરફેકશન આવે તે માટે તેના શરીરને પરફેકટલી ગૂડ શેપ માટે સારવાર કરાવી હતી. સેટ પર ફિલ્મના હીરો યશ અને સંજય દત્ત વચ્ચે ખુબ જ સુમેળભર્યા સંગાથ જોવા મળ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement