ભારતમાં ટેસ્લા કાર પ્રોજેકટમાં સરકાર પર દબાણ લાવવાનો એલન મશ્ક પર આરોપ

13 January 2022 05:42 PM
India World
  • ભારતમાં ટેસ્લા કાર પ્રોજેકટમાં સરકાર પર દબાણ લાવવાનો એલન મશ્ક પર આરોપ

કોઈ આયાત જકાત ભરવા તૈયાર નથી : શા માટે પ્લોટ વિલંબમાં છે તેની ચર્ચા ટવીટર પર કરે છે

નવી દિલ્હી
વિશ્વવિખ્યાત ટેસ્લા કારનો પ્રોજેકટ ભારતમાં હજુ વિલંબમાં પડશે. ટેસ્લાના વડાને ટવીટર પર તેમના એક ફોલોઅર્સ આ અંગે પ્રશ્ર્ન પૂછયો હતો અને મુશ્કે જણાવ્યું કે અમો ભારત સરકાર સાથે હજું વાતચીત કરી રહ્યા છીએ અને અનેક પડકારો છે. મુશ્ક 2019થી ભારતમાં ટેસ્લા કારનો પ્રોજેકટ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ તેઓને ભારતમાં આયાત ડયુટી 100% જેટલી છે તે મુખ્ય વિધ્ન છે. તેઓ લોકલ ફેકટરી સ્થાપે પણ અનેક સ્પેરપાર્ટસ વિ. આયાત થશે. ટવીટર શૂન્ય ડયુટી સાથે કાર કીટ ભારતમાં લાવીને તેને દેશમાં એસેમ્બલ કરવાનો પ્લાન કરે છે. જો કે એવો આરોપ થયો છે કે ટેસ્લા આ રીતે સરકાર સાથેના વાટાઘાટના મુદા ટવીટર પર ચર્ચા કરીને ભારત સરકારને દબાણમાં લાવવા માંગે છે. તેઓ ભારતમાં કાર ઉત્પાદન અંગે કોઈ કમીટમેન્ટ આપવા માંગતા નથી પણ એસેમ્બલીંગ માટે 100 ટકા ડયુટી ફ્રી સ્ટ્રકચર માંગે છે. મસ્કનો દાવો છે કે ભારતમાં આયાત જકાત વિશ્ર્વમાં સૌથી ઉંચી હોય તેવા દેશમાં સામેલ છે. તેઓ પહેલા ભારતમાં આયાતી કાર વેચીને બજાર ચકાસવા માંગે છે અને જો યોગ્ય વાતાવરણ હોય તો પછી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement