પતંગના સ્ટોલ ઉપર ગ્રાહકોની ભારે ભીડ: પોલીસની કાર્યવાહી: જાહેરનામા ભંગના 111 ગુના નોંધાયા

13 January 2022 05:42 PM
Rajkot Crime
  • પતંગના સ્ટોલ ઉપર ગ્રાહકોની ભારે ભીડ: પોલીસની કાર્યવાહી: જાહેરનામા ભંગના 111 ગુના નોંધાયા

વેકિસન ન લેનાર ત્રણ વેપારી ફેરીયા સામે ફરીયાદ, રાત્રી કર્ફયુમાં વિદ્યાર્થી, વેપારી, મજુરો, કારખાનેદાર અને રીક્ષા ચાલકો સહિત 87 પોલીસની ઝપટે ચડયા

રાજકોટ,તા.13
કોરોના મહામારી વચ્ચે આવતીકાલે રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવશે, જોકે, આજેસંક્રમણ વધી ગયું હોવા છતા પતંગના સ્ટોલ દુકાનો પર ગ્રાહકોની ભીડ જણાતા પોલીસે સોશ્યલ ડિસ્ટન્સ ભંગની કાર્યવાહી કરી હતી.રાત્રી કર્ફયુ, માસ્ક, વેકિસન ન ચુકાવનાર, વાહનોમાં વધુ પેેસેન્જર બેસાડનાર સહિત 111 ગુના દાખલ થયા છે. ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ ઉપર કેદારનાથ ગેઇટની સામે આવેલી બાલાજી સિઝન સ્ટોર નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ થતા દુકાનના વેપારી હરેશભાઇ પરસોતમભાઇ ચૌહાણ (ઉ.વ.60, રહે. હસનવાડી) સામે ગુનો દાખલ કર્યો હતો.

તેમજ કોઠારીયા રોડ પર મહાદેવ સાયકલ સ્ટોરની બાજુમાં ખોલવામાં આવેલા પતંગના સ્ટોલ ઉપર ગ્રાહકોનું સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારી નરેશભાઇ સોનજીભાઇ પટણી(ઉ.વ.38, રહે. સંત કબીર રોડ, ભગીરથ સોસાયટી) સામે ગુનો નોંધ્યો હતો.રાત્રી કર્ફયુની અમલવારીમાં પોલીસની ઝપટે ચડેલા કારખાનેદાર જીજ્ઞેશ ધનાભાઇ કદાવસા(સગર) (ઉ.વ.28, રહે. આજીડેમ ચોકડી, સોમનાથ સોસાયટી),કડીયાકામ કરતા દીપક મગલજીભાઇ મકવાણા (ઉ.વ.37)રહે. મેહુલનગર મેઇન રોડ) કબાડીનો વયવસાય કરતા સોહિયા સતારભાઇ મનસુરી(ઉ.વ.23, રહે.

બાબરીયા કોલોની, કડીયાકામ કરતા ધર્મેશ મગલજીભાઇ મકવાણા(ઉ.વ.28) કરીયાણાની દુકાન ધરાવતા વેપારી કિશોરભાઇ લાલચંદભાઇ વાસદાણી(રહે. પરસાણાનગર), ગૌતમ કિશોરભાઇ વાસદાણી(ઉ.વ.20) રોનક ઇલેકટ્રોનિક નામની દુકાનમાં નોકરી કરતા પંકીલ મહેશભાઇ બાવીશી (ઉ.વ.40,રહે. મેહુલનગર) સહિત શહેરમાં રાત્રી કર્ફયુ ભંગના કુલ 87 ગુના દાખલ કરાયા હતા. આ સિવાય માસ્ક ન પહેરનાર 11 લોકો, દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવાયાના પ કેસો, વાહનમાં વધુ પેેસેન્જર બેસાડયાના 4 ગુના અને વેકિસન ન મુકાવનાર ફેરીયા, વેપારીના 3 ગુના મળી કુલ 111 ફરીયાદ નોંધવાની કાર્યવાહી પોલીસે કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement