મધ્યપ્રદેશમાં રાજયપાલના દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં કોરોના વિસ્ફોટથી હડકંપ

13 January 2022 05:45 PM
India
  • મધ્યપ્રદેશમાં રાજયપાલના દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં કોરોના વિસ્ફોટથી હડકંપ

જેમને ડિગ્રી આપવાની હતી તેવા 8 છાત્રો સંક્રમીત જાહેર થતા તેમને કાર્યક્રમમાંથી બહાર કરાયા

જબલપુર (મધ્યપ્રદેશ) તા.13
અત્રે રાની દુર્ગાવતી વિશ્ર્વ વિદ્યાલયમાં રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનાર દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં જેમને ડિગ્રી આપવાની હતી તેવા આઠ છાત્રો કોરોનાગ્રસ્ત મળી આવતા હડકંપ મચી ગયો હતો, ડિગ્રી લેવા પહોંચેલા આ છાત્રોને કાર્યક્રમ સ્થળેથી હટાવી લેવાયા હતા. કાર્યક્રમમાં 8 ડીગ્રી ધારીઓ કોરોનાગ્રસ્ત હોવાની જાહેરાત થતા પુરા કાર્યક્રમ સ્થળે ડર ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જેમનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે તે બધા ત્રણ દિવસથી વિશ્ર્વ વિદ્યાલયના હોલમાં દીક્ષાંત સમારોહના રિહર્સલમાં હાજર હતા. આ લોકોને ટેસ્ટ થયો હતો. જેમનો પોઝીટીવ રિપોર્ટ આવેલો હતો, તેમાના ઘણા કાર્યક્રમમાં પહોંચી ગયા હતા, જયારે તેમનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો તો તેમને કાર્યક્રમમાંથી બહાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ દીક્ષાંત સમારોહ ટાળવાની સલાહ આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement