કડકડતી ઠંડીના કહેર વચ્ચે ઉતર ભારતના અનેક રાજયોમાં વરસાદની આગાહી

13 January 2022 05:45 PM
India
  • કડકડતી ઠંડીના કહેર વચ્ચે ઉતર ભારતના અનેક રાજયોમાં વરસાદની આગાહી

પહાડી રાજયોમાં બરફ વર્ષાને પગલે દિલ્હી ઠર્યુ: વરસાદની આગાહીને પગલે શીત લહેરના અણસાર

નવી દિલ્હી તા.13
કડકડતી ઠંડી વચ્ચે ઉતર ભારતના અનેક રાજયોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આ વરસાદને પગલે ઠંડીમાં પણ વધારો થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરના અણસાર વ્યક્ત કરાયા છે.

હવામાન વિભાગે હરિયાણાના કુરુક્ષેત્ર અને કરનાર ઉપરાંત ઉતરપ્રદેશના સહારનપુર, દેવબંદ, મુજફફરબાદ અને શામલી આસપાસના ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. યુપીના મેરઠમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બિહાર, ઓરિસ્સા, પશ્ર્ચિમ બંગાળ, સિકકીમ અને તેલંગાણા તેમજ તટીય આંધ્રપ્રદેશમાં આવતીકાલ સુધીમાં વરસાદની સંભાવના છે.

આ સિવાય છતીસગઢ અને વિદર્ભમાં આ દરમિયાન મધ્યમ વરસાદ થઈ શકે છે, જયારે આગામી ચાર-પાંચ દિવસમાં પુડુચેરી, તામિલનાડુ, કેરળમાં પણ ભારે વરસાદના અણસાર છે. દરમિયાન પહાડી રાજયો- ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, લદાખ, જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને પગલે દિલ્હી-એનસીઆર સહિત પુરા ઉતર ભારતમાં ઠંડી વધારી દીધી છે. દિલ્હીમાં આજે સવારે ધુમ્મસ છવાયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement